Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીથી અલગ રહ્યા બાદ પતિને પરિવારની કિંમત સમજાઇ:મહેસાણામાંપતિ દારૂ અને જુગાર જેવી કુટેવોના રવાડે ચડયો હતો, PBSCમાં કાઉન્સેલિંગથી સમાધનનો માર્ગ મળ્યો

    8 hours ago

    મહેસાણામાં લગ્નના 12 વર્ષ બાદ જ્યારે એક સુખી સંસાર દારૂ, જુગાર અને ઘરેલું હિંસાની આગમાં હોમાવા જઈ રહ્યો હતો, ત્યારે એક પત્નીની અડગ હિંમત અને PBSCના સચોટ માર્ગદર્શને એક પરિવારને વિખેરાતા બચાવી લીધો હતો. શંકાના વમળમાં ફસાયેલા અને વ્યસનમાં ડૂબેલા પતિને 2 મહિનાના વિરહ બાદ પત્ની અને બાળકોની સાચી કિંમત સમજાતા આખરે આ કિસ્સાનો સુખદ અંત આવ્યો હતો. પતિ દારૂ અને જુગાર જેવી કુટેવોના રવાડે ચડયો હતો 28 વર્ષીય મહિલા જે ત્રણ સંતાનોની માતા હતી, તેના લગ્નજીવનના 12 વર્ષ સુખ-શાંતિમાં વિત્યા હતા. પરંતુ કાળક્રમે પતિ દારૂ અને જુગાર જેવી કુટેવોના રવાડે ચડયો હતો. વ્યસનની લત એટલી હદે વધી ગઈ કે પતિએ પત્નીના ઘરેણાં પણ જુગારમાં ગુમાવી દીધા હતા. વાત જ્યારે શારીરિક હિંસા અને પત્નીના ચરિત્ર પર ખોટી શંકા કરવા સુધી પહોંચી ત્યારે મહિલાએ હિંમત હારવાને બદલે મહિલા સહાયતા કેન્દ્રની મદદ માંગી હતી.મામલો જ્યારે સેન્ટર પર પહોંચ્યો ત્યારે શરૂઆતમાં પતિએ શંકા વ્યક્ત કરી પત્નીને સાથે રાખવાનો ઈનકાર કર્યો હતો. નોકરી શરૂ કરી 3 બાળકોનું ગુજરાન ચલાવ્યું હતું આ તબક્કે કાઉન્સેલર હેતલ જાદવે પતિની આવકમાંથી દરરોજ 50 ટકા રકમ પત્ની અને બાળકોના ભરણપોષણ માટે આપવાનું નક્કી કરાવ્યું હતું. તો મહિલાને પગભર થવા માટે નોકરી કરવાની સલાહ આપી હતી જેને સ્વીકારીને મહિલાએ સ્વાભિમાન સાથે નોકરી શરૂ કરી 3 બાળકોનું ગુજરાન ચલાવ્યું હતું. દારૂ અને જુગારની કુટેવો છોડીને પતિ પત્નીના દ્વારે પહોંચ્યો 2 મહિનાનો વિયોગ અને પસ્તાવો જેવો ઘાટ ઘડાતા પત્ની વગર ઘર ચલાવવું જ્યારે પતિ માટે અશક્ય બન્યું અને એકલતાએ તેને પોતાની ભૂલોનો અહેસાસ કરાવ્યો ત્યારે તેનો અહંકાર ઓગળ્યો હતો. દારૂ અને જુગારની કુટેવો છોડીને તે પત્નીના દ્વારે પહોંચ્યો હતો. પત્નીએ પણ બાળકોના ભવિષ્ય અને પતિના પસ્તાવાને જોઈ ઉદારતા દાખવી માફી આપી હતી. આમ સમાધાન થતા પરિવાર પુન: એક થયો હતો. એક પત્નીની મક્કમતા અને કાઉન્સેલિંગની સમજાવટથી આજે ત્રણ બાળકોને પિતાની છત્રછાયા પાછી મળી હતી. આ કિસ્સો સમાજ માટે ઉદાહરણ છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં સ્વ. નીલ પટેલની શ્રદ્ધાંજલિએ રક્તદાન શિબિર:અંગદાન વીરની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિએ 150 બોટલ રક્ત એકત્ર
    Next Article
    On Camera, 17-Year-Old Dies After Electrocution During Rain In Bengaluru

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment