Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટર કચેરીમાં ભૂસ્તરશાસ્ત્રીને જાનથી મારવાની ધમકી:જૂના સાદુળકા પાસે રેડ દરમિયાન લોડર ભગાડી આરોપીઓ ફરાર; ₹60 લાખના વાહનો જપ્ત

    1 day ago

    મોરબીના જૂના સાદુળકા ગામ પાસે મચ્છુ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી હતી. આ રેડ દરમિયાન સરકારી ટીમે સ્થળ પરથી ટ્રેક્ટર અને લોડર સહિત ₹60 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમિયાન આરોપીઓએ માઈન્સ સુપરવાઈઝર સાથે બોલાચાલી કરી બળજબરીથી એક લોડર ભગાડી મૂક્યું હતું. સુપરવાઈઝર સાથે બોલાચાલી કરી લોડર હંકારી ભાગી ગયા જૂના સાદુળકા પાસે મચ્છુ નદીના પટમાં ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો ત્યારે સ્થળ પર જયદીપસિંહ ઝાલા, માનવેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ જાડેજા અને પ્રવીણભાઈ હાજર હતા. આ ચારેય શખ્સોએ માઈન્સ સુપરવાઈઝર વિપુલભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને બળજબરીથી એક ટ્રેક્ટર લોડર ભગાડી ગયા હતા. બાકીની જપ્ત કરેલી મશીનરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મુકવામાં આવી છે. પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. કલેક્ટર કચેરીમાં ભૂસ્તરશાસ્ત્રીની ગાડી રોકી ધમકી તાલુકા પોલીસમાં ગુનો નોંધાયા બાદ આરોપી જયદીપસિંહના ભાઈ બલભદ્રસિંહ ઉર્ફે બબભા ઝાલા કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા. તેમણે સરકારી બોલેરો ગાડીમાં જઈ રહેલા ભૂસ્તરશાસ્ત્રી જગદીશકુમાર વાઢેરની ગાડી રોકાવી હતી. બલભદ્રસિંહે "તમે કેમ મારા દીકરા અને ભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવો છો" તેમ કહી જાહેરમાં ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે ભૂસ્તરશાસ્ત્રીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂના ગુનેગારોની સંડોવણીથી તંત્ર હરકતમાં મોરબી બી ડિવિઝન પોલીસે ભૂસ્તરશાસ્ત્રીની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં વાંકાનેરના સર્કલ ઓફિસર પર હુમલો કરનારા આરોપીઓ પણ હાલના ગુનામાં સંડોવાયેલા છે. કલેક્ટર કચેરીમાં જ સરકારી અધિકારીને ધમકી અપાતા પોલીસ અને તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કેવા સખત પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ પર સ્વિસ મોડેલે બળાત્કારનો આરોપ લગાવ્યો:કહ્યું- વિઝા અપાવવાના બહાને હોટેલમાં બોલાવી; અત્યાર સુધી 27 મહિલાઓ જાતીય શોષણના આરોપ લગાવી ચૂકી
    Next Article
    MPની મહિલા જ્યોતિષે નવસારીની યુવતી પાસેથી 28.43 લાખ પડાવ્યાં:મનગમતા યુવક સાથે લગ્ન કરાવવાની લાલચ આપી 29 ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા, પછી બ્લેકમેલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment