Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPની મહિલા જ્યોતિષે નવસારીની યુવતી પાસેથી 28.43 લાખ પડાવ્યાં:મનગમતા યુવક સાથે લગ્ન કરાવવાની લાલચ આપી 29 ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા, પછી બ્લેકમેલ કરી

    1 day ago

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામમાં રહેતી એક યુવતી સાથે મનગમતા યુવક સાથે લગ્ન કરાવવાની લાલચ આપીને મધ્યપ્રદેશના ઓનલાઈન જ્યોતિષે રૂ. 28.43 લાખની ઠગાઈ આચર્યાની ઘટના સામે આવી છે. ઈન્સ્ટાગ્રામ પર જ્યોતિષની રીલ જોઈને સંપર્કમાં આવેલી યુવતી પાસેથી પૂજા-વિધિના નામે અલગ-અલગ બેંક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. યુવતીએ વધુ નાણાં આપવાની ના પાડતાં આરોપીએ તેના અંગત ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તથા પરિવારજનો અને ગામના લોકોમાં બદનામ કરવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે યુવતીએ બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઈન્સ્ટાગ્રામની રીલ જોઈને જ્યોતિષના સંપર્કમાં આવી ગણદેવી તાલુકાના વણગામમાં રહેતી યુવતી પોતાના મનગમતા યુવક સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જણાવતા ‘ઈશા શર્મા’ નામના જ્યોતિષની રીલ તેના ધ્યાનમાં આવી હતી. આ રીલમાં પ્રેમલગ્ન કરાવવા, મનગમતું પાત્ર મેળવવા અને ધારેલી ઇચ્છા પૂરી કરવા માટે વિશેષ પૂજા-વિધિ તથા ચમત્કારિક ઉપાયો કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુવતી આ દાવાઓથી પ્રભાવિત થઈ અને ઈન્સ્ટાગ્રામ મારફતે જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. કુંડળીમાં દોષ હોવાનું કહી પૂજાના નામે નાણાં પડાવ્યા યુવતીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં જ્યોતિષે બંનેની કુંડળીમાં દોષ હોવાનું કહી વિશેષ પૂજા-વિધિ કરાવવાની જરૂરિયાત જણાવી હતી. શરૂઆતમાં પૂજાના ખર્ચના નામે નાની રકમ માગવામાં આવી હતી. ત્યારબાદ પૂજા અધૂરી રહી જવાની અથવા ધાર્યું પરિણામ નહીં મળવાની બીક બતાવીને જુદાં-જુદાં બહાનાં હેઠળ નાણાંની માગણી કરવામાં આવતી હતી. યુવતી લગ્ન થવાની આશામાં આરોપીને નાણાં આપતી રહી હતી. 29 જેટલાં બેંક ખાતાંમાં રૂ. 28.43 લાખ ટ્રાન્સફર કરાવ્યા ફરિયાદ મુજબ, આરોપીએ યુવતી પાસે એક નહીં, પરંતુ આશરે 29 અલગ-અલગ બેંક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં. આ રીતે કુલ રૂ. 28.43 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. યુવતીએ પોતાની બચત વાપરવાની સાથે મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી નાણાં ઉછીનાં લીધાં હતાં. આ ઉપરાંત, નાણાંની વ્યવસ્થા કરવા માટે તેણે સોના-ચાંદીના દાગીના વેચ્યા હોવાનો અથવા લોન લીધી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. વધુ નાણાં આપવાની ના પાડતાં બ્લેકમેઇલિંગ શરૂ કર્યું લાખો રૂપિયા ખર્ચવા છતાં મનગમતા યુવક સાથે લગ્ન કરવાની ઇચ્છા પૂરી ન થતાં યુવતીએ વધુ નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો અને જ્યોતિષ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. ત્યારબાદ આરોપીએ યુવતીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ છે. યુવતી અને તેના મનગમતા યુવકના અંગત ફોટોગ્રાફ્સ તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને આ સમગ્ર બાબત પરિવારજનો તથા ગામના લોકો સુધી પહોંચાડીને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ, તપાસ શરૂ ઠગાઈ અને બદનામીની ધમકીઓથી પરેશાન યુવતીએ આખરે મૌન તોડીને બીલીમોરા પોલીસ મથકે પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી સુધી પહોંચવા માટે બેંક ખાતાંની વિગતો અને ટેક્નિકલ સર્વેલન્સ સહિતની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, આરોપી સામેના આક્ષેપોની સત્યતા તપાસ બાદ સ્પષ્ટ થશે. ઓનલાઈન જ્યોતિષના નામે થતી ઠગાઈથી સાવચેત રહેવાની જરૂર સોશિયલ મીડિયા પર પ્રેમલગ્ન કરાવવા, મનગમતી વ્યક્તિને મેળવવા અથવા વિશેષ પૂજા-વિધિથી ઇચ્છા પૂરી કરવાના દાવા કરતી વ્યક્તિઓની વાતોમાં આવીને નાણાં ટ્રાન્સફર કરતાં પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે. અજાણ્યા લોકો સાથે અંગત ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરવાનું પણ ટાળવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન ઠગાઈનો ભોગ બને અથવા બ્લેકમેઇલિંગનો સામનો કરે, તો પુરાવા સાચવીને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. નાણાકીય સાયબર ઠગાઈના કિસ્સામાં હેલ્પલાઈન નંબર 1930 પર પણ જાણ કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટર કચેરીમાં ભૂસ્તરશાસ્ત્રીને જાનથી મારવાની ધમકી:જૂના સાદુળકા પાસે રેડ દરમિયાન લોડર ભગાડી આરોપીઓ ફરાર; ₹60 લાખના વાહનો જપ્ત
    Next Article
    Ahmedabad Schools Bomb Threat | અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment