Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ પર સ્વિસ મોડેલે બળાત્કારનો આરોપ લગાવ્યો:કહ્યું- વિઝા અપાવવાના બહાને હોટેલમાં બોલાવી; અત્યાર સુધી 27 મહિલાઓ જાતીય શોષણના આરોપ લગાવી ચૂકી

    1 day ago

    સ્વિટ્ઝર્લૅન્ડની પૂર્વ મોડેલ બીટ્રિસ ક્યૂલએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે 1993માં ન્યૂયોર્કની પ્લાઝા હોટેલમાં ટ્રમ્પે તેની સાથે બળાત્કાર કર્યો હતો. ક્યૂલએ જણાવ્યું કે ઘટના બાદ તેના શરીરના અનેક ભાગોમાંથી લોહી વહી રહ્યું હતું અને ઈજાના નિશાન પડી ગયા હતા. આ દાવો અમેરિકી સંસદમાં ડેમોક્રેટિક સભ્યો દ્વારા જાહેર કરાયેલા એક નવા અહેવાલમાં કરવામાં આવ્યો છે. ક્યૂલએ 2024માં ટ્રમ્પ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે 1993માં ટ્રમ્પે તેમને બળજબરીથી પકડી, ચુંબન કર્યું અને તેમના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. હવે નવા અહેવાલમાં ક્યૂલએ સમિતિના કર્મચારીઓને જણાવ્યું કે તે ઘટનામાં ટ્રમ્પે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. સ્પર્ધા દરમિયાન ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી ક્યૂલ સ્વિટ્ઝર્લેન્ડની મોડલ અને ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડ છે. તેના જણાવ્યા અનુસાર, 1993માં તે અમેરિકન ડ્રીમ પેજન્ટમાં ભાગ લેવા અમેરિકા ગઈ હતી. આ સ્પર્ધા ટ્રમ્પ સાથે ભાગીદારીમાં યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મેનહૅટનની પ્લાઝા હોટેલમાં પત્રકારો સાથે બપોરના ભોજન સમયે તેની ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. ક્યૂલે જણાવ્યું કે ત્યારબાદ ટ્રમ્પના એક સહયોગીએ તેને હોટેલના રૂમમાં મળવા બોલાવી હતી. તેને લાગ્યું હતું કે ત્યાં વાતચીત થશે, પરંતુ તેના આરોપ મુજબ, રૂમમાં ટ્રમ્પે પાછળથી તેને પકડી લીધી અને બળજબરીથી બળાત્કાર કર્યો. તેણે કહ્યું કે આ દરમિયાન તેના શરીરના અનેક ભાગોમાં ઈજાઓ થઈ અને લોહી વહેવા લાગ્યું. ટ્રમ્પે ચૂપ રહેવા કહ્યું હતું ક્યૂલનો આરોપ છે કે ઘટના બાદ ટ્રમ્પે તેને ચૂપ રહેવા કહ્યું હતું. તેણે અમેરિકાનો વિઝા અપાવવામાં અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવામાં મદદ કરવાનું વચન પણ ફરીથી આપ્યું હતું. આ માટે ટ્રમ્પે પોતાના નજીકના સહયોગી પાઓલો ઝામ્પોલીની મદદ લેવાની વાત કહી હતી. ક્યુલના જણાવ્યા મુજબ, અમેરિકા પહોંચ્યા બાદ તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો હતો, તેથી તે ઘટના પછી સ્પર્ધા છોડીને જઈ શકી નહોતી. સ્વિટ્ઝર્લૅન્ડ પરત ફર્યા બાદ તેણે થોડા અઠવાડિયા પછી હવાઈમાં યોજાનારી ટ્રમ્પ પ્રાયોજિત અન્ય એક સ્પર્ધામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો.
    Click here to Read More
    Previous Article
    CIDના 'ડીસીપી ચિત્રોલે'નું અવસાન:બીપી સિંહને હાર્ટ એટેક આવ્યો, સવારે અંતિમ શ્વાસ લીધા; 111 મિનિટના સિંગલ શોટથી બનાવ્યો હતો ગિનીસ રેકોર્ડ
    Next Article
    મોરબી કલેક્ટર કચેરીમાં ભૂસ્તરશાસ્ત્રીને જાનથી મારવાની ધમકી:જૂના સાદુળકા પાસે રેડ દરમિયાન લોડર ભગાડી આરોપીઓ ફરાર; ₹60 લાખના વાહનો જપ્ત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment