Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાપરી નદી પુલ પરથી દારૂની મોટી હેરાફેરી પકડાઈ:વઘઈ પોલીસે ₹5.72 લાખનો મુદ્દામાલ ઝડપ્યો; એક શખ્સ ઝડપાયો એક વોન્ટેડ

    11 hours ago

    ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામેની ઝુંબેશ હેઠળ વઘઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કુડકસ અને ગિરાદાબદર ગામ વચ્ચે ખાપરી નદીના પુલ પરથી એક વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹5.72 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીની દેખરેખ હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિઓ નાબૂદ કરવા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વઘઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ અને વોચમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન ખાપરી નદીના પુલ પરથી પસાર થતી સફેદ રંગની બોલેરો પિક-અપ ગાડી (રજિસ્ટ્રેશન નંબર GJ-26-7-8035) શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. તપાસ કરતા ગાડીના કેબિન પાછળના હુડમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું જણાયું. આ ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1,188 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,67,972 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત ₹5,000નો એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને ₹3 લાખનું બોલેરો પિક-અપ વાહન પણ જપ્ત કર્યું છે. આમ, કુલ ₹5,72,972નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે મોહિતભાઈ શિવમલાઈ ચૌધરીની ધરપકડ કરી છે, જે હાલ કડોદરા, સુરતના રહેવાસી છે અને મૂળ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના વતની છે. આ ઉપરાંત, ધીરજ ઉર્ફે કાલીયા નામનો એક શખ્સ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા, એએસઆઈ સંતોષભાઈ સજનભાઈ, એએસઆઈ ભગીરથસિંહ હેમતસિંહ સહિત વઘઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત મહેનતથી પાર પડી હતી. પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    એક ફોનથી ફરિયાદ કરી શકશો, 24 કલાક મળશે સહાય:ચોમાસામાં પાણી ભરાવાથી વૃક્ષો પડવા સુધીની સમસ્યા માટે AMCએ જાહેર કર્યા ઝોનવાઇઝ કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી નંબરો
    Next Article
    ખોરજ GIDCમાં બનશે ગુજરાતનું પ્રથમ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક:IN-SPACe આપશે ₹100 કરોડની સહાય, સ્ટાર્ટઅપ્સ અને MSMEsને મળશે વૈશ્વિક સ્તરની સુવિધાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment