Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોરજ GIDCમાં બનશે ગુજરાતનું પ્રથમ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક:IN-SPACe આપશે ₹100 કરોડની સહાય, સ્ટાર્ટઅપ્સ અને MSMEsને મળશે વૈશ્વિક સ્તરની સુવિધાઓ

    12 घंटे पहले

    ગુજરાત સરકાર અને IN-SPACeના સહયોગથી ગાંધીનગર જિલ્લાના ખોરજ GIDCમાં અત્યાધુનિક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક વિકસાવવામાં આવશે. ગુજરાતની નવી સ્પેસ ટેક પોલિસી 2025-30 અંતર્ગત આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. પાર્કમાં સ્પેસ સેક્ટર માટે જરૂરી કોમન ટેક્નિકલ ફેસિલિટીઝ (CTF) ઉભી કરવામાં આવશે, જેના માટે IN-SPACe દ્વારા ₹100 કરોડ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ IN-SPACe ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદ્ઘાટન પ્રસંગે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના સ્પેસ સેક્ટરમાં થયેલા ઐતિહાસિક સુધારાઓને આગળ વધારવા ગુજરાત સ્પેસ ઇકોનોમીમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરવાનું લક્ષ્ય ધરાવે છે. પાર્કમાં એક જ સ્થળે વૈશ્વિક સ્તરની ટેક્નિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે ખોરજ GIDCમાં પ્રાથમિક તબક્કે 50 એકર જમીન ફાળવવામાં આવી છે, જેને ભવિષ્યમાં વધારીને 100 એકર સુધી વિસ્તારી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પાર્કમાં સ્પેસક્રાફ્ટ, પેલોડ સિસ્ટમ્સ અને સ્પેસ આધારિત એપ્લિકેશન ડિઝાઇન પર કેન્દ્રિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે. પાર્કમાં એક જ સ્થળે વૈશ્વિક સ્તરની કોમન ટેક્નિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. તેમાં ક્લીનરૂમ (ક્લાસ 100,000), થર્મો-વેક્યૂમ ચેમ્બર, 12 ટન સુધીની ક્ષમતા ધરાવતી વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ, EMI/EMC ટેસ્ટિંગ લેબ, ક્લાઈમેટ ટેસ્ટ ચેમ્બર, માસ પ્રોપર્ટી મેઝરમેન્ટ સિસ્ટમ, મેગ્નેટિક ફીલ્ડ ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થ ઓબ્ઝર્વેશન ઓપ્ટિક્સ કેલિબ્રેશન સુવિધાઓનો સમાવેશ થાય છે. હવે પોતાના ઉત્પાદનોની ચકાસણી માટે રાજ્ય બહાર જવાની જરૂર નહીં રહે સરકારના જણાવ્યા મુજબ આ સુવિધાઓના કારણે સ્પેસ સેક્ટરમાં કાર્યરત સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે ટેસ્ટિંગ અને વેલિડેશનનો ખર્ચ ઘટશે તેમજ તેમને પોતાના ઉત્પાદનોની ચકાસણી માટે રાજ્ય બહાર જવાની જરૂર નહીં રહે. આથી નવા ઉદ્યોગો માટે પ્રવેશના અવરોધો ઘટશે અને ગુજરાતમાં સ્પેસ ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોને નવી ગતિ મળશે. રાજ્ય સરકારનું માનવું છે કે, ખોરજ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક ગુજરાતને દેશના અગ્રણી સ્પેસ ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    ખાપરી નદી પુલ પરથી દારૂની મોટી હેરાફેરી પકડાઈ:વઘઈ પોલીસે ₹5.72 લાખનો મુદ્દામાલ ઝડપ્યો; એક શખ્સ ઝડપાયો એક વોન્ટેડ
    Next Article
    ધર્મ સગરે નેશનલ પેરા સ્વિમિંગમાં ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા:બેંગ્લોર ખાતે ગુજરાત અને સાબરકાંઠાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment