Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર ડિવિઝનના લોકો પાયલટોએ ટ્રેક પરથી 3 સિંહોને બચાવ્યા:પીપાવાવ પોર્ટ રેલખંડ પર માલગાડી રોકી, રેલવે અને વન વિભાગના પ્રયાસોથી સુરક્ષા

    1 day ago

    પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના લોકો પાયલટોએ 5 ઓક્ટોબર 2026ના રોજ ત્રણ એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો. પીપાવાવ સાઇડિંગ-પીપાવાવ પોર્ટ રેલખંડ પર ટ્રેક પાર કરી રહેલા સિંહોને જોઈને લોકો પાયલટોએ તાત્કાલિક ટ્રેન રોકી દીધી. માલગાડી ચલાવી રહેલા લોકો પાયલટ વિવેક વર્મા અને સહાયક લોકો પાયલટ રાહુલ કુમાવતએ કિલોમીટર નંબર 24/04 પર સિંહોને જોતા જ ઇમરજન્સી બ્રેક લગાવી. તેમની સતર્કતાને કારણે સિંહો રેલ અકસ્માતનો ભોગ બનતા બચી ગયા. ઘટના પછી લોકો પાયલટે ટ્રેન મેનેજર અને સ્ટેશન મેનેજરને જાણ કરી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર જય સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહોને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર કર્યા. ભાવનગર ડિવિઝનમાં રેલવે અને વન વિભાગના સંકલનથી ઘણા સિંહોને બચાવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં 159, 2025-26માં 129 અને વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં અત્યાર સુધી 80 સિંહોને બચાવવામાં આવ્યા છે. ડિવિઝનના અધિકારીઓએ લોકો પાયલટોને અભિનંદન પાઠવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણના આનંદ ભુવનમાં ભગવદ્ ગીતાના સાર પર કાર્યક્રમ:શહેરીજનોએ આધ્યાત્મિક જ્ઞાન અને આત્મચિંતનનો સંદેશ મેળવી ધન્યતા અનુભવી
    Next Article
    સુરતમાં 500 મહેસૂલી કર્મીઓ હડતાળ પર ઉતર્યા:8 જનસેવા કેન્દ્રો પર કામગીરી ઠપ, PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment