Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમમાં પાણીનો નિકાલ થયો, વટવામાં 24 કલાક પાણી ભરાયેલા રહ્યા:પૂર્વના લોકોમાં ભારે રોષ, AMC અધિકારીઓ-નેતાઓનો ભેદભાવ?

    6 hours ago

    અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વરસાદી પાણીનો નિકાલ ઝડપી કરાવવામાં નિષ્ફળ થયું હતું. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ પૂર્વ વિસ્તારના વટવામાં ગુજરાત અપસેટથી વાંદરવટ તળાવ સુધી વરસાદી પાણી ભરાયેલા હતા જેના કારણે થઈને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો. હેવી ડિવોટરિંગ વાન મૂકીને પાણી ઉલેચવાની કામગીરી પાણીનો નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ નિષ્ફળ રહ્યા હતા ત્યારબાદ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને હેવી ડિવોટરિંગ વાન મૂકીને પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં અધિકારીઓ નિષ્ફળ ગયા હતા અને આગળ ઝડપી કાલ કરાવ્યો નહીં તેના પગલે આ પાણી ભરાઈ રહ્યા હતા. વટવામાં 24 કલાક પાણી ભરાયેલા રહ્યા શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા વટવા વિસ્તારમાં ગુજરાત ઓફસેટ થી વાંદરવટ તળાવ સુધીના રોડ ઉપર પાણી વરસાદ બંધ થયાના બીજા દિવસે પણ જોવા મળ્યા હતા. દક્ષિણ ઝોન વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો તેમાં વટવામાં વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ઝડપી થઈ શક્યો ન હતો. વટવા વોર્ડના ભાજપના કોર્પોરેટરો પણ પાણીનો નિકાલ કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન વિસ્તારની મુલાકાત લઈને પાણી ભરાવાની સ્થિતિની જાતે સમીક્ષા કરવામાં આવતી નથી. પાણી ભરાયા બાદ સ્થાનિકોએ જ રજૂઆત કરીને તંત્રને કામગીરી માટે દોડાવવું પડે છે. પશ્ચિમ-પૂર્વ વચ્ચે AMC અધિકારીઓ-નેતાઓનો ભેદભાવ? જ્યારે ભારે વરસાદ પડે અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે કોર્પોરેશનનું સમગ્ર તંત્ર તાત્કાલિક કામગીરીમાં લાગી જાય છે. અધિકારીઓ અને તંત્રના અન્ય કર્મચારીઓ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની કામગીરી શરૂ કરે છે. ગંભીર સ્થિતિ હોય ત્યારે મુખ્યમંત્રી સુધી વિસ્તારની મુલાકાત લે છે. તેની સામે પૂર્વ અમદાવાદમાં પાણી ભરાયા બાદ સ્થાનિકોએ કલાકો સુધી રાહ જોવી પડે છે. વટવામાં પણ વરસાદ બંધ થયા બાદ લાંબા સમય સુધી રોડ પર પાણી ભરાયેલું રહ્યું હોવા છતાં શરૂઆતમાં પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
    Click here to Read More
    Previous Article
    અફઘાનિસ્તાને 100 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી:નીતિશ રેડ્ડી અને અર્શદીપ સિંહે બે-બે બેટર્સને પેવેલિયન ભેગા કર્યા, રવિ બિશ્નોઈ-અક્ષર પટેલ પણ વિકેટ મળી
    Next Article
    રાજ્યમાં હોસ્ટેલ-કેન્ટીનના 128 સ્થળોએ ચેકિંગ:38ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, 11 ખાદ્ય નમૂના લેવાયા; આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment