Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલોનો આરપારનો જંગ સતત ચોથા દિવસે યથાવત:ડિસ્ટ્રિક્ટ જજ સામે ગંભીર આક્ષેપો સાથે 700થી વધુ વકીલો કામકાજથી અળગા રહ્યા, ન્યાયિક વ્યવસ્થા ખોરવાઈ

    8 घंटे पहले

    ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત જીલ્લા અદાલત સંકુલમાં વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વકીલોની વર્ષો જૂની માળખાકીય અને ન્યાયિક વહીવટને લગતી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા શરૂ કરાયેલું આંદોલન આજે ચોથા દિવસે વધુ ઉગ્ર બન્યું છે. અંદાજે 700થી વધુ વકીલો અદાલતી કાર્યવાહીથી અળગા રહેતા સમગ્ર જીલ્લાની ન્યાયિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ડિસ્ટ્રીક્ટ જજ સામે 700 વકીલોનો મારચો જીલ્લા કોર્ટ સંકુલમાં વકીલોની વર્ષો જૂની પડતર માંગો સંતોષવામાં નહીં આવતા વકીલોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. જેના પગલે ગાંધીનગર બાર એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ ડિક્સ્ટ્રીક્ટ જજ સામે મોરચો માંડ્યો છે. આજે અંદાજે 700થી વધુ વકીલો અદાલતી કાર્યવાહીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે. આ આંદોલનને સજ્જડ બનાવવા માટે વકીલોએ આજે કોર્ટ કેમ્પસમાં પક્ષકારોના પ્રવેશ પર પણ સંપૂર્ણ રોક લગાવી દીધી છે, જેને પગલે સવારથી પોતાના કેસ માટે આવેલા સેંકડો પક્ષકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સામાન્ય ક્ષતિ સામે દંડ ફટકારતા હોવાનો આક્ષેપ આ આક્રમક આંદોલન પાછળનું મુખ્ય કારણ વર્તમાન ડિસ્ટ્રિક્ટ જજની વહીવટી શૈલી હોવાનું સામે આવ્યું છે. વકીલોનો આરોપ છે કે ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા સ્થાનિક વકીલોને નાનીનાની બાબતોમાં બિનજરૂરી રીતે પરેશાન કરવામાં આવે છે. અદાલતી કાર્યવાહી દરમિયાન સામાન્ય ક્ષતિઓ પર પણ આકરા આર્થિક દંડ ફટકારવામાં આવે છે. જે વકીલોના સ્વમાન પર ત્રાપ સમાન છે. વકીલોએ ડિસ્ટ્રિક્ટ જજની બદલીની માગ કરી આ ઉપરાંત સૌથી મોટો વિવાદ ભાષાનો ઉભો થયો છે. વર્તમાન ડિસ્ટ્રિક્ટ જજ ગુજરાત બહારના હોવાને કારણે તેઓ કોર્ટ રૂમમાં માત્ર હિંદી ભાષામાં જ દલીલો કરવાનો આગ્રહ રાખે છે. સ્થાનિક સ્તરે ગુજરાતીમાં વકીલાત કરતા વકીલો માટે હિંદીમાં જટિલ કાનૂની દલીલો રજૂ કરવી કષ્ટદાયક બની ગઈ છે. જજની આ વર્તણૂક અને કનડગતથી ત્રાસીને વકીલોએ હવે તેમની તાત્કાલિક બદલીની માંગ કરી છે. કોર્ટની નવી બિલ્ડીંગમાં વકીલો માટે યોગ્ય બેઠક વ્યવસ્થાની માગ બીજી તરફ કોર્ટની નવી બિલ્ડિંગમાં જગ્યાની ફાળવણીને લઈને પણ મોટો અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ગાંધીનગર કોર્ટમાં આશરે 1500થી 2000 જેટલા વકીલો પ્રેક્ટિસ કરે છે, પરંતુ નવી બિલ્ડિંગમાં આ તમામ વકીલો માટે પૂરતી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. વકીલોની માંગ છે કે નવી બિલ્ડિંગમાં અગાઉથી નક્કી પ્લાન મુજબ જ તમામ વકીલો માટે યોગ્ય ટેબલ અને બેઠકની જગ્યા ફાળવવામાં આવે. સોમવારથી વકીલોના ધરણા યથાવત આ પડતર પ્રશ્નોના ઉકેલ માટે વકીલોએ ડિસ્ટ્રિક્ટ જજને અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો કરી હતી. પરંતુ ન્યાય તંત્ર દ્વારા તેની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી. અંતે કંટાળીને વકીલોએ સોમવારથી કોર્ટ સંકુલની બહાર જ વિશાળ ટેન્ટ બાંધીને ધરણાં શરૂ કરી દીધા છે. આજે ચોથા દિવસે પણ વકીલોએ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રશ્નોનો ઉકેલ ન આવે તો વિરોધ ચાલુ જ રહેશે જેના કારણે કોર્ટના તમામ વકીલ મંડળના રૂમ અને ટેબલો સંપૂર્ણપણે સુમસામ જોવા મળ્યા હતા. વકીલોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી જજની બદલી અને બેઠક વ્યવસ્થાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ ડિજિટલ યુગમાં પણ તેમનો ગ્રાઉન્ડ લેવલનો વિરોધ ચાલુ જ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Oman Ship Attack: तीन भारतीयों की मौत से मचा हड़कंप! | US Navy Missile |Indians Killed Near Hormuz
    Next Article
    એક ફોનથી ફરિયાદ કરી શકશો, 24 કલાક મળશે સહાય:ચોમાસામાં પાણી ભરાવાથી વૃક્ષો પડવા સુધીની સમસ્યા માટે AMCએ જાહેર કર્યા ઝોનવાઇઝ કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી નંબરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment