Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘર ખૂલ્લું રાખી દારૂ વેચતા હત્યાના આરોપીને પોલીસે દબોચ્યો:કાપોદ્રા પોલીસે રેડ કરી ₹5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, મિત્રના ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની હત્યામાં આરોપી સામેલ

    13 hours ago

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવ દરમિયાન કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નવીપાળી પાણીની ટાંકી પાસેથી 5.56 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલો આરોપી ઉત્તમ જૈના અગાઉ ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચર્ચાસ્પદ સાહિલ ઉર્ફે ઘોદોની હત્યાના કેસનો મુખ્ય આરોપી છે. બાતમી મળતા જ પોલીસ વનીપાળી વસાહતમાં ત્રાટકી કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI એ.એલ.પંડ્યા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ASI દામજીભાઈ અને ASI મહેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, નાના વરાછા પંચાયત નજીક નવીપાળી વસાહતમાં રહેતો ઉત્તમ જૈના પોતાના મકાનમાંથી વિદેશી દારૂનો ધંધો કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. ₹5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે મકાનમાં દરોડો પાડીને તપાસ કરતા ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બીયરની નાની-મોટી 2068 બોટલો/ટીન મળી આવ્યા હતા. પોલીસે ₹ 5,56,884ની કિંમતનો દારૂ ₹ 10,000નો મોબાઈલ ફોન અને લાઈટબીલ મળી ₹ 5,66,884નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. મિત્રના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા સાહિલની હત્યા કરી હતી ઉત્તમ જૈના સામે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, 9 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે મોટા વરાછા, એ.આર. મોલ સામે પનવેલ પોઈન્ટ બિલ્ડિંગ નીચે સાહિલ ઉર્ફે સાહિલ ઘોદો સુનીલભાઈ શર્મા (ઉં.વ.24) તેના મિત્ર સુનીલ ઉર્ફે ડેન્જર સાથે ગયો હતો. સુનીલ ડેન્જરને ઉત્તમ જૈના અને તેના બનેવી ગણેશ ઉર્ફે ગણીયા સાથે અગાઉ માથાકૂટ થઈ હતી. સમાધાન માટે વાતચીત ચાલી રહી હતી ત્યારે ઉગ્ર બોલાચાલી થતાં આરોપી ઉત્તમ જૈનાએ સાહિલને પકડી રાખ્યો હતો અને તેના બનેવી ગણેશ ઉર્ફે ગણીયાએ છરા વડે સાહિલની છાતી, પેટ, પીઠ, સાથળ અને કાંડાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. સાહિલનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આરોપીનો ગુનાહિત ઇતિહાસ આ મામલે સાહિલના પિતા સુનીલભાઈ શર્માની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે બીએનએસ કલમ 103(1) હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ત્યારે ઉત્તમ જૈનાની ધરપકડ થઈ હતી. દોઢ મહિના પહેલા જેલમાંથી બહાર આવીને દારૂ વેચવાનું શરૂ કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી ઉત્તમ જૈના અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંકળાયેલો છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં 54 તથા જી.પી.એક્ટ 135 (સાહિલ શર્માની હત્યાનો કેસ) અને કાપોદ્રા પોલીસ સ્ટેશન (વર્ષ 2022)-પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.
    Click here to Read More
    Previous Article
    ઋષભની 'પ્રાઇડ ઓફ ભારત'માં હોલીવુડ જેવું એક્શન!:છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાને ભવ્ય બનાવવા માર્ક હેન્સન સહિત ઇન્ટરનેશનલ એક્શન ટીમ જોડાઈ
    Next Article
    મર્ડર કેસનો આરોપી 'યુનુસબાણુ' MD ડ્રગ્સ સાથે ઝડપાયો:ધોરણ-4 પાસ જમીન દલાલનો કાળો કારોબાર અને કમરૂનગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો, 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment