Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ડર કેસનો આરોપી 'યુનુસબાણુ' MD ડ્રગ્સ સાથે ઝડપાયો:ધોરણ-4 પાસ જમીન દલાલનો કાળો કારોબાર અને કમરૂનગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો, 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત

    12 hours ago

    મહારાષ્ટ્રમાં માત્ર ધોરણ-4 સુધી અભ્યાસ કરનાર અને જમીન લે-વેચના વ્યવસાયની હેઠળ કાળો કારોબાર ચલાવતો 36 વર્ષીય યુનુસ ઉર્ફે યુનુસબાણુ કાદર શેખ(રહે.કમરૂનગર, હાલ-માનદરવાજા, સુરત)ને એમ.ડી ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી યુનુસ અત્યંત ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. વર્ષ 2017માં તેણે પોતાના પિતા, ભાઈઓ અને સાગરીતો સાથે મળીને લીંબાયતમાં સાબિર નામના યુવકની તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ હત્યાના કેસમાં 4 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ 2021માં જામીન મુક્ત થયેલો આ આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. પુણા ખાડી રોડ પર બાતમીના આધારે દરોડો સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો લઈ વેચાણ કરવા પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે પુણાગામ અર્ચના સ્કૂલ સર્કલથી સરદાર માર્કેટ તરફ જતા ખાડી રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા યુનુસબાણુ શેખને ઘેરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ગેરકાયદે રીતે રાખવામાં આવેલો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે તેની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી. 2.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી યુનુસબાણુના કબજામાંથી 64.53 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹ 1,93,590 આંકવામાં આવી છે. આ ઉપરાંત, તેની પાસેથી ₹ 4,000 રોકડા, 40,000ના 2 મોબાઈલ ફોન તથા ઓળખકાર્ડ મળીને ₹ 2,37,590નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે. સરથાણાથી માલ લાવી લિંબાયત-મીઠીખાડીમાં છૂટક વેચાણ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી યુનુસબાણુએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે સ્વીકાર્યું હતું કે, તે સરથાણા જકાતનાકા ખાતેથી એક અજાણ્યા ઇસમ પાસેથી અવારનવાર એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો. ત્યારબાદ આ ડ્રગ્સ મીઠીખાડી, લિંબાયત અને કમરૂનગર આસપાસના વિસ્તારોમાં યુવાનોને છૂટકમાં વેચીને મોટી કમાણી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાના જણાવ્યા મુજબ, આરોપી આ કાળો કારોબાર ક્યારથી અને કોના કોના સંપર્કમાં રહીને ચલાવતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હત્યાથી લઈને ડ્રગ્સ સુધીનો ગુનાહિત ઈતિહાસ આરોપી યુનુસબાણુ પહેલેથી જ અસામાજિક અને હિંસક પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે. ડિસેમ્બર-2017માં લીંબાયત પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ આઇપીસી કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને રિયૉટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. 4 વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ જેલમાંથી બહાર આવીને તેણે કમાણી કરવા ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક પસંદ કર્યું હતું. જમીન દલાલીના વ્યવસાયની આડમાં તે પોતાના ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો. પોલીસની આગળની રિમાન્ડ અને નેટવર્ક ભેદવાની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી યુનુસબાણુના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરથાણાથી ડ્રગ્સ આપનાર મુખ્ય સપ્લાયર કોણ છે, તેમજ યુનુસબાણુ સુરતમાં કયા કયા પેડલરો કે સ્થાનિક યુવાનોને આ ઝેર વેચતો હતો તે તમામ નામો બહાર લાવવા પોલીસ આકરી પૂછપરછ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઘર ખૂલ્લું રાખી દારૂ વેચતા હત્યાના આરોપીને પોલીસે દબોચ્યો:કાપોદ્રા પોલીસે રેડ કરી ₹5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, મિત્રના ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની હત્યામાં આરોપી સામેલ
    Next Article
    प्रधानमंत्री के घर के बाहर धरने पर राहुल, धर्मेंद्र प्रधान के इस्तीफे पर अड़े, जनता से की अपील,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment