Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોશીનાના દોતડ ગામે કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:₹5.57 લાખનો મુદ્દામાલ જપ્ત, 13.143 કિલો ગાંજાના છોડ સાથે એક આરોપી પકડાયો

    11 घंटे पहले

    સાબરકાંઠાના પોશીનામાં ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ વિંગે દોતડ ગામે કપાસના ખેતરમાંથી 10 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા. 13.143 કિલોગ્રામ વજનના આ છોડની કિંમત 5,57,150 રૂપિયા છે. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી. નવરાત્રી પહેલા માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પોલીસને સૂચના અપાઈ હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ પોશીનામાં પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસ કોન્સ્ટેબલ સુમતીભાઈ ચંદુભાઈને બાતમી મળી કે દોતડ ગામે પ્રવિણભાઈ બાબુભાઈ તરાલના ખેતરમાં ગાંજાનું વાવેતર છે. ટીમે તપાસ કરી કપાસના પાકની આડમાં ઉગાડેલા ગાંજાના છોડ શોધી કાઢ્યા. પ્રવિણભાઈ તરાલની ધરપકડ કરી પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના હરીપર ગામે 77મો વનમહોત્સવ ઉજવાયો:વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતનો સંદેશ અપાયો
    Next Article
    ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નો 8મો યુવક મહોત્સવ:વિદ્યાર્થીઓએ સંગીત, નાટક, નૃત્ય સહિતની 31 સ્પર્ધાઓમાં ભાગ લીધો; રૂ. 7600 લાખના વિકાસકામોનું ભૂમિપૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment