Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નો 8મો યુવક મહોત્સવ:વિદ્યાર્થીઓએ સંગીત, નાટક, નૃત્ય સહિતની 31 સ્પર્ધાઓમાં ભાગ લીધો; રૂ. 7600 લાખના વિકાસકામોનું ભૂમિપૂજન

    12 hours ago

    ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત અષ્ટમ યુવક મહોત્સવ 'કલા ઉત્સવ 2026'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે વિવિધ કોલેજ અને વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ કલાયાત્રા યોજી વિવિધ ટેબ્લો દ્વારા જ્ઞાન-સંસ્કાર અને સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટી ભવન કેમ્પસમાં રૂપિયા 7600 લાખના સંભવિત ખર્ચે નિર્માણાધીન માળખાકીય સવલતોમાં વધારો કરવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયો, ગેસ્ટ હાઉસ, કોમ્પ્યુટર સેન્ટર, વાઈલ્ડલાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ બિલ્ડિંગ, આર્કિયોલોજી એન્ડ હિસ્ટ્રી લેંગ્વેજીસ બિલ્ડિંગ અને વાઈસ ચાન્સેલર બંગ્લોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ​31 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં સહભાગી બન્યા આ કલા મહોત્સવમાં યુનિવર્સિટીના કાર્યક્ષેત્રીય દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની 49 કોલેજોના 1010 જેટલા કલામર્મી વિદ્યાર્થીઓ સંગીત, નાટક, લલિતકલા, નૃત્ય અને સાહિત્ય વિભાગની કુલ 31 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં સહભાગી બન્યા છે.​ વિદ્યાર્થીઓને સંબોધતા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, યુવા અવસ્થા એ માત્ર ઉંમરનો એક તબક્કો નથી, પરંતુ તે ઉત્સાહ, ઊર્જા, કલ્પનાશીલતા અને સપનાઓનો સમુદ્ર છે. શિક્ષણ આપણને માત્ર પુસ્તકીય જ્ઞાન આપે છે, પરંતુ કલા અને સંસ્કૃતિ જીવન જીવવાની જડીબુટ્ટી પૂરી પાડે છે. તેમણે જૂનાગઢ જિલ્લાના શૈક્ષણિક પ્રકલ્પોના માળખાકીય વિકાસ માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ‘મંચ પર આવી પોતાની કલા રજૂ કરવી એ જ સૌથી મોટી સફળતા’ જૂનાગઢ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંજય કોરડીયાએ યુવાનોને પ્રોત્સાહિત કરતા આગામી દિવસોમાં યુનિવર્સિટીના વિકાસ માટે સરકાર કક્ષાએથી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવામાં પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ​જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, લક્ષ્ય સિદ્ધિ વેળાએ ક્યારેય નિરાશ થવું નહીં. સ્પર્ધામાં જીત કે હાર ગૌણ બાબત છે, પરંતુ મંચ પર આવી પોતાની કલા રજૂ કરવી એ જ સૌથી મોટી સફળતા છે. 'વિકસિત ભારત'ના નિર્માણમાં યુવાનોનું માનસિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત હોવું અનિવાર્ય છે. ​કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. પ્રતાપસિંહ ચૌહાણે સંબોધનમાં યુનિવર્સિટીની સિદ્ધિઓ અને શૈક્ષણિક લક્ષ્યાંકોની વાત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંસ્કૃતિના સાચા બ્રાન્ડ એમ્બેસેડર ગણાવી પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રસ્તુતિ કરવા આહ્વાન કર્યું હતું. તેમજ આ મહોત્સવને સફળ બનાવવા માટે કો-ઓર્ડિનેટર ડૉ. દિનાબેન લોઢીયા, સહ કો-ઓર્ડિનેટર ડૉ. ઓમ જોષી, ડૉ. ઋષિરાજ ઉપાધ્યાય સહિતના તમામ સમિતિના સભ્યો, અધ્યાપકો અને વહીવટી સ્ટાફની જહેમતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોશીનાના દોતડ ગામે કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:₹5.57 લાખનો મુદ્દામાલ જપ્ત, 13.143 કિલો ગાંજાના છોડ સાથે એક આરોપી પકડાયો
    Next Article
    બંગાળના રેજીનગરમાં ભાજપ અને પુડુચેરીમાં NDA ઉમેદવારની જીત:તમિળનાડુના ધારાપુરમમાં TVK ઉમેદવારની જીત; 4 રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીનું પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment