Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે વડોદરાથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો:કાંકણપુરમાં બાઇક અકસ્માતમાં આધેડ ગંભીર, ગોધરામાં વેપારી સાથે ₹55 હજારની સાયબર છેતરપિંડી

    1 week ago

    પંચમહાલ જિલ્લામાં પોલીસે ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં કાર્યવાહી કરી છે. જેમાં પેરોલ-ફર્લો સ્ક્વોડે રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપીને વડોદરાથી પકડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે વડોદરાના કિશનવાડી વિસ્તારમાંથી મહેશ ઉર્ફે પકી સીતાજી વણઝારાને પકડ્યો. આરોપીને આગળની કાર્યવાહી માટે રાજગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે. બીજી ઘટનામાં, કાંકણપુર-ઓડીદ્રા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. સામેથી પૂરઝડપે આવેલી બાઇકની ટક્કરે એક આધેડને ગંભીર ઈજા થઈ. કાંકણપુર પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રીજી ઘટના ગોધરામાં બની, જ્યાં ગેસનું બિલ બાકી હોવાનું કહી એક વેપારીને વોટ્સએપ પર APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કરાયો. આ રીતે વેપારી સાથે ₹55 હજારની છેતરપિંડી થઈ. વેપારીએ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તારો સોનાનો ચેન અને વીંટી આપ ફોટા પાડવા છે કહી:ભાણેજ મામાના રૂ.13.50 લાખના સોનાના દાગીના ઓળવી ગયો, યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    GPSC ચેરમેનને હટાવવાની માંગ સાથે 23 દિવસથી ધરણાં:શંકરસિંહ વાઘેલા આંદોલનકારી છાવણીએ પહોંચ્યા, ગાંધીનગરમાં સામાજિક ક્રાંતિ અભિયાન સંગઠનનું આંદોલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment