Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSC ચેરમેનને હટાવવાની માંગ સાથે 23 દિવસથી ધરણાં:શંકરસિંહ વાઘેલા આંદોલનકારી છાવણીએ પહોંચ્યા, ગાંધીનગરમાં સામાજિક ક્રાંતિ અભિયાન સંગઠનનું આંદોલન

    1 week ago

    ગાંધીનગરમાં સામાજિક ક્રાંતિ અભિયાન સંગઠન દ્વારા વિવિધ માંગણીઓને લઈને છેલ્લા 23 દિવસથી ધરણાં-આંદોલન ચાલી રહ્યું છે. સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા GPSCના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની સાથે તમામ સરકારી ભરતીમાં અનામત બેઠકો નિયમ મુજબ ભરવાની અને અનામતના નિયમોનો યોગ્ય રીતે અમલ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આંદોલનકારી છાવણીએ પહોંચ્યા હતા. તેમણે ધરણાં પર બેઠેલા આંદોલનકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની માંગણીઓ તથા સમગ્ર મુદ્દે ચર્ચા કરી હતી. 'આક્ષેપોમાં તથ્ય હોય તો રાજીનામું આપવું જોઈએ' આંદોલનકારીઓ સાથેની મુલાકાત દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બીજા બધાને માન આપો, એ વાસ્તવિકતા હોવી જોઈએ. કોઈપણ વ્યક્તિ કયા સમાજમાં જન્મે એ જન્મ આપણે નક્કી કર્યો નથી. પરંતુ જન્મ્યા પછી વ્યવહાર કેમ કરવો એ આપણા હાથની વાત છે. જો અધિકારીએ સમજીને જોયું કે તમે જે આક્ષેપ કર્યા છે તેમાં તથ્ય હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ. વાઘેલાએ GPSC અંગે સરકારની ભૂમિકા પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, GPSCનો માલિક સરકાર છે. સરકારમાં બેઠેલા વડા જેને આ બાબતના ભાગમાં આવતું હોય, તેમણે જો સમજવું જોઈએ કે આવું ન કરાય તો તમારા બદલે બીજાને હું મૂકીશ. આ પ્રમાણે સમજીને વિચાર કરાય તો તેમણે પોતે સમજીને રાજીનામું આપવું જોઈએ. મારે તેમનો બહુ પરિચય નથી. પરંતુ તમે કહ્યું એ પ્રમાણે કંઈ હોય તો તેમણે સામેથી રાજીનામું આપીને તમને બધાને બોલાવીને કહેવું જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ બેઠકો મળે આંદોલનકારીઓનું કહેવું છે કે, સરકારી ભરતી પ્રક્રિયામાં અનામતના નિયમોનો યોગ્ય અમલ થાય અને અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ બેઠકો મળે તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે. છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા આ ધરણાંને કારણે હવે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે વડોદરાથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો:કાંકણપુરમાં બાઇક અકસ્માતમાં આધેડ ગંભીર, ગોધરામાં વેપારી સાથે ₹55 હજારની સાયબર છેતરપિંડી
    Next Article
    સવની ગામે કૂવામાં પડેલા દીપડાનો વનવિભાગે જીવ બચાવ્યો:5થી 9 વર્ષના નર દીપડાને કૂવામાંથી સલામત બહાર કઢાયો, અમરાપુર સેન્ટર ખાતે સારવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment