Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવની ગામે કૂવામાં પડેલા દીપડાનો વનવિભાગે જીવ બચાવ્યો:5થી 9 વર્ષના નર દીપડાને કૂવામાંથી સલામત બહાર કઢાયો, અમરાપુર સેન્ટર ખાતે સારવાર

    1 week ago

    વેરાવળ તાલુકાના સવની ગામે આજે એક દીપડો કૂવામાં પડી જતાં વનવિભાગની ટીમ દોડી આવી હતી. સવની ગામના પરમાર નારણભાઈ રામાભાઈના માલિકીના કૂવામાં અંદાજે 5થી 9 વર્ષનો નર દીપડો પડી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વેરાવળ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડો કૂવામાં પડી ગયો હોવાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. જોકે, વન્યપ્રાણીની સુરક્ષા તેમજ રેસ્ક્યુ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વનવિભાગના કર્મચારીઓએ તકેદારીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. વેરાવળ વનવિભાગના આર.એફ.ઓ. એલ.પી. વરૂ, વનરક્ષક એચ.એમ. મેર, વનરક્ષક ડી.બી. ચૌધરી તેમજ ટ્રેકર ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા કૂવામાં ફસાયેલા દીપડાને બહાર કાઢવા માટે જરૂરી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. લાંબી મહેનત અને સાવચેતીપૂર્વકની કામગીરી બાદ દીપડાને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. રેસ્ક્યુ કરાયેલા દીપડાને હાલ વધુ સારવાર, નિરીક્ષણ અને જરૂરી સંભાળ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. દીપડાની હાલત અંગે વનવિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં માનવ વસાહતો તથા ખેતીવાડી વિસ્તારો નજીક દીપડાની અવરજવર અવારનવાર જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં વન્યપ્રાણી કૂવા કે અન્ય સ્થળે ફસાઈ જાય ત્યારે ગ્રામજનો દ્વારા જાતે રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક વનવિભાગને જાણ કરવી જરૂરી બને છે. સવની ગામની ઘટનામાં પણ સમયસર વનવિભાગને જાણ થતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દીપડો કૂવામાં કયા સંજોગોમાં ખાબક્યો તે અંગેની વિગતો જાણવા વનવિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    GPSC ચેરમેનને હટાવવાની માંગ સાથે 23 દિવસથી ધરણાં:શંકરસિંહ વાઘેલા આંદોલનકારી છાવણીએ પહોંચ્યા, ગાંધીનગરમાં સામાજિક ક્રાંતિ અભિયાન સંગઠનનું આંદોલન
    Next Article
    2.79 કરોડ ઉચાપત કેસ: DPEO વધુ 1 મહિનાની રજા પર:ગાયત્રી પટેલે પોલીસ કાર્યવાહીથી બચવા અગાઉ 20 દિવસની રજા લીધી હતી, 4 આરોપી હજુ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment