Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુર પાલિકાને ₹53 લાખના વિકાસકાર્યોની ભેટ:મિની ફાયર ફાઈટર લોકાર્પણ, 15 દિવસમાં મોક્ષ રથની જાહેરાત

    10 hours ago

    ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી, સફાઈ અને ફાયર સુરક્ષાની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ વિકાસ કાર્યો અને સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે સાંસદ ફંડમાંથી ફાળવાયેલા ₹53 લાખની ગ્રાન્ટમાંથી બે ટ્રેક્ટર સાથે પાણીના ટેન્કર તથા એક ટ્રેક્ટર-ટ્રેલરનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમ નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે યોજાયો હતો. આ ઉપરાંત, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા આધુનિક મિની ફાયર ફાઈટરનું પણ લોકાર્પણ કરાયું હતું. આ નવા ફાયર ફાઈટરથી ધરમપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આગ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી મદદ મળી શકશે. કાર્યક્રમમાં સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધરમપુર નગરપાલિકાને સાંસદ ફંડમાંથી ₹53 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમણે નગરના સર્વાંગી વિકાસ માટે જરૂરિયાત મુજબ આગામી સમયમાં પણ વધુ ગ્રાન્ટ ફાળવવાની ખાતરી આપી હતી. સાથે જ તેમણે આગામી 15 દિવસમાં ધરમપુર નગરપાલિકાને અદ્યતન 'મોક્ષ રથ' ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે નગરપાલિકાના હોદ્દેદારો સાથે ધરમપુરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ આગામી આયોજનો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, ભાજપ શહેર પ્રમુખ અમિતભાઈ ચોરેરા સહિત નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત:વડોદરાનો સિદ્દીકી પરિવાર 10 દિવસ પહેલા બર્થડે ઉજવવા આવ્યો ને દુર્ઘટના, રિસોર્ટ કાયમી બંધ કરવા બહેનની માગ
    Next Article
    રાજકોટના બેડી નજીક નદીમાં ડૂબતા 3 બાળક સહિત 4ના મોત:નાના ભાઈને બચાવવા જતા ભાઈ સહિત ચારેય પાણીમાં ગરકાવ, એક મૃતકનો આજે જ જન્મદિવસ હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment