Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ પર લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ‎:ભરૂચથી 10 કિમી દૂર આવેલા ઉમરાજ ગામે દીપડો દેખાયો

    19 hours ago

    ભરૂચ શહેરથી 10 કિમી દૂર આવેલાં ઉમરાજ ગામમાં દીપડો દેખાયો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. એક મુખ્ય માર્ગ પર દીપડો મોડી રાત્રે લટાર મારી રહ્યો હોય તેવા દૃશ્યો સ્થાનિક સ્તરે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ઉમરાજ ગામના રસ્તા પર વનરાજની જેમ ઘૂમતા દીપડાના સમાચાર વાયુવેગે પ્રસર્યા છે. રહેણાંક વિસ્તારની નજીક જ દીપડો દેખાતાં સ્થાનિક રહીશો, ખેડૂતો અને પશુપાલકોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો હવે રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અગાઉ પણ આ પંથકમાં વન્યજીવો દેખાયા હોવાના કિસ્સા બન્યા છે. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે અને દીપડાને માનવ વસ્તીથી દૂર કરવા માટે વહેલી તકે પાંજરું ગોઠવી તેને પાંજરે પૂરે તે જરૂરી છે. આ વિસ્તારના ખેડૂતો કપાસ, મગ અને તુવેરની ખેતી કરતાં હોય છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વીજકટોકટીની સ્થિતિને રોકવા સાપ્તાહિક રજાના અમલથી જિલ્લામાં ઔદ્યોગિક વીજવપરાશ 250થી ઘટી 90 મેગાવોટ
    Next Article
    અભિજીત દીપકેની ધરપકડ, પોલીસે નેહા બોરાને મુક્ત કરી:તિરંગા માર્ચ દરમિયાન મંડી હાઉસમાંથી કસ્ટડીમાં લીધા હતા; CJPએ પૂછ્યું- અભિજીત ક્યાં છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment