Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોથા માળે ફ્લેટની ગેલેરીમાંથી પડતા 1 વર્ષના બાળકનું મોત, CCTV:ધડાકાભેર પટકાતા લોકોની ચીસ નીકળી ગઈ, સુરતના અલથાણનો બનાવ

    8 hours ago

    સુરતના અલથાણની સોસાયટીના ચોથા માળની ગેલેરીમાંથી 1 વર્ષીય બાળક રમતા રમતા નીચે પટકાતા મોત નિપજ્યું. કંપારી છોડાવી દેનારો બનાવ સોસાયટીના સીસીટીવીમાં કેદ થયો. બનાવને નજરે જોનારા લોકો પણ કંપી ઉઠ્યા. ચોથા માળની ગેલેરીમાં રમી રહેલો અંશ અકસ્માતે નીચે પડ્યો મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ વિસ્તારની સોસાયટીમાં ચોથા માળે રહેતા જયદીપ વાજાનો એક વર્ષીય પુત્ર અંશ 11 ઓગસ્ટે ફ્લેટની ગેલેરીમાં રમી રહ્યો હતો. આ સમયે જ કોઈ કારણોસર ધડાકાભેર નીચે પટકાતા પરિવારજનો અને સોસાયટીના અન્ય લોકોની ચીસો પડી ગઈ હતી. સારવાર મળે તે પહેલા જ અંશનું મોત નિપજ્યું અવાજ સાંભળીને પરિવારજનો અને અન્ય લોકો નીચે પહોંચ્યા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા માસૂમને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ઘટનાના કંપારી છોડાવનારા CCTV 11 ઓગસ્ટના રોજ બનેલી આ કરુણ દુર્ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. આ હચમચાવી નાખતા વીડિયોમાં બાળક નીચે પટકાતું દેખાતાં જોનારા લોકો પણ કંપી ઊઠ્યા છે. વહાલસોયા પુત્રના અચાનક મોતના પગલે વાજા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં યુવા ભાજપે પૂતળા દહન કર્યું:કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમના અપમાન સામે રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું
    Next Article
    આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત:વડોદરાનો સિદ્દીકી પરિવાર 10 દિવસ પહેલા બર્થડે ઉજવવા આવ્યો ને દુર્ઘટના, રિસોર્ટ કાયમી બંધ કરવા બહેનની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment