Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹5.24 કરોડના ખર્ચે પોરબંદર ચોપાટીની કાયાકલ્પ થશે, 3D વીડિયો:ઓપન જિમ, યોગ કેન્દ્ર, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઊભી કરાશે, પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર

    2 days ago

    ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં પાયાની સુવિધાઓ અને પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રોજેક્ટો અમલમાં મુકાઈ રહ્યા છે, જેમાં હવે ચોપાટી પુનઃવિકાસ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. અસ્માવતી ઘાટથી રતનપુર સુધીનો વિકાસ તંત્ર દ્વારા અસ્માવતી ઘાટથી રતનપુર સુધીના દરિયાકિનારાને વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ યોજનાના ભાગરૂપે ચોપાટી અને દરિયાકાંઠાના વિસ્તારને વધુ આકર્ષક બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5.24 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાએ આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓસીયનિક હોટેલની પાછળના વિસ્તારમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં વિવિધ સવલતોનો સમાવેશ થાય છે: યોગ કેન્દ્ર: નાગરિકોના સ્વાસ્થ્ય માટે વિશેષ જગ્યા. ટ્રાફિક એજ્યુકેશન પાર્ક: બાળકોને મનોરંજન સાથે ટ્રાફિકના નિયમોનું શિક્ષણ મળશે. ચિલ્ડ્રન પ્લે એરિયા: બાળકો માટે આધુનિક રમત-ગમતના સાધનો. ઓપન જિમ: જાહેર જનતા માટે ખુલ્લી વ્યાયામશાળા. ક્રિએટિવ પેવેલિયન: આધુનિક સ્થાપત્ય શૈલી ધરાવતું બેઠક વ્યવસ્થાનું સ્થળ. પરિવારમિત્ર અને સુરક્ષિત પર્યટન સ્થળ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચોપાટી વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને 'ફેમિલી ફ્રેન્ડલી' જાહેર સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. દરિયાકાંઠાના કુદરતી સૌંદર્ય સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમન્વય થવાથી સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે પોરબંદર એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વિકાસકાર્ય પૂર્ણ થતાની સાથે જ શહેરના પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર ઉછાળો આવવાની અને નાગરિકોના જીવનધોરણમાં સુધારો થવાની આશા રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ઉજવાયો:પૂર્વ ચીફ સેક્રેટરીએ વર્ચ્યુઅલી મહાપૂજનમાં ભાગ લીધો
    Next Article
    વ્યાજખોર રાઘુભા સોલંકીની જામીન અરજી કોર્ટે ફગાવી:આરોપીના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, રણેલાના યુવકની આત્મહત્યાનો મામલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment