Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોર રાઘુભા સોલંકીની જામીન અરજી કોર્ટે ફગાવી:આરોપીના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, રણેલાના યુવકની આત્મહત્યાનો મામલો

    11 hours ago

    મહેસાણા જિલ્લાના રણેલા ગામના યુવક સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી કરી લીધેલી આત્મહત્યાના મામલે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક રાઘુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકી દ્વારા મુકવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે. વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું હતું મૃતક સંદીપ પટેલે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધાકધમકીથી ત્રસ્ત થઈને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ મામલે પોલીસ તપાસ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રાઘુભા સોલંકીએ જેલમુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આ સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓમાં જો આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને કેસની તપાસ પર પણ તેની માઠી અસર પડી શકે છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા કોર્ટે જામીન અરજી ફગાવી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, નામદાર સેશન્સ કોર્ટના જજ એમ. એફ. ખત્રીએ સરકારી વકીલની રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા કોર્ટે આરોપી રાઘુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકીની જામીન અરજી ફગાવી દેવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિત પરિવારને ન્યાયની આશા બંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ₹5.24 કરોડના ખર્ચે પોરબંદર ચોપાટીની કાયાકલ્પ થશે, 3D વીડિયો:ઓપન જિમ, યોગ કેન્દ્ર, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઊભી કરાશે, પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર
    Next Article
    Former teacher raped In Rajkot | રાજકોટ ભૂતપૂર્વ શિક્ષિકા સાથે આચરવામાં આવેલ દુષ્કર્મનો મામલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment