Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં છ વર્ષની માસૂમ સાથે શારીરિક અડપલાં:82 વર્ષના વૃદ્ધે ખાવાની લાલચ આપી ઘરે લઈ ગયો, બાળકી લોહીલુહાણ ઘરે પહોંચતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

    2 days ago

    સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાંથી એક અત્યંત શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, અહીં એક પાડોશમાં જ રહેતા 82 વર્ષના વૃદ્ધે તમામ હદો પાર કરીને એક 6 વર્ષની માસૂમ અને અબુધ બાળકી સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. માસૂમ બાળકી જ્યારે પોતાના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે વૃદ્ધે પોતાની હવસનો શિકાર બનાવી હતી. સલાબતપૂરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 82 વર્ષના વૃદ્ધે ખાવાની લાલચ આપી બાળકીને ઘરે લઈ ગયો બનાવની વિગત એવી છે કે, 6 વર્ષની બાળકી પોતાના ઘરની પાસે જ રમી રહી હતી અને ત્યાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા 82 વર્ષીય મુસા મોહમદ મન્સૂરીની દાનત બગડી હતી. તેણે બાળકીને કોઈ વસ્તુ આપવાની અથવા ખાવાની લાલચ આપીને ફોસલાવી હતી. માસૂમ બાળકી વૃદ્ધની આ ગંદી ચાલને સમજી શકી નહીં અને તેની પાછળ તેના ઘરમાં ગઈ હતી. આરોપી મુસા મન્સૂરીએ બાળકીને ઘરમાં લઈ જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાળકી 3 મિનિટ સુધી આરોપી ના ઘરે હતી, જેમાં વૃદ્ધે બાળકીની માસૂમિયતને છિન્નભિન્ન કરી નાખી હતી. 3 મિનિટ બાદ બાળકી ગભરાયેલી હાલતમાં ત્યાંથી ભાગી છૂટી હતી. બાળકી લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી, માતાના પગ નીચેથી જમીન સરકી આરોપીના ચુંગાલમાંથી છૂટીને માસૂમ બાળકી તાત્કાલિક પોતાના ઘરે પહોંચી હતી. ઘરે આવીને તેણે પોતાની માતાને જણાવ્યું કે, તેને ગુપ્ત ભાગેથી બ્લીડીંગ (લોહી વહેવું) થઈ રહ્યું છે અને અસહ્ય દુ:ખાવો થઈ રહ્યો છે. બાળકીની આ વાત સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે ચોંકી ઉઠી હતી. જ્યારે માતાએ બાળકીની તપાસ કરી ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટ પર નખ લાગવાના ઊંડા નિશાન મળી આવ્યા હતા, જેના કારણે તેને સતત લોહી નીકળી રહ્યું હતું. બાળકીની ગંભીર સ્થિતિ જોઈને પરિવારજનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને માસૂમ સાથે બનેલી આ ભયાનક આપવીતી સાંભળીને તેઓના હોશ ઉડી ગયા હતા. પીડિત પરિવાર પોલીસ મથકે પહોંચ્યો આ ઘટનાની જાણ થતાં જ પીડિત બાળકીની માતા અને પરિવારના સભ્યો તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. માતાએ આરોપી મુસા મોહમદ મન્સૂરી વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને એક વિશેષ ટીમની રચના કરી હતી. પોલીસે ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ ઉમરવાડા વિસ્તારની બેઠી કોલોનીમાં દરોડો પાડીને 82 વર્ષના આરોપી મુસા મન્સૂરીને તેના ઘરેથી દબોચી લીધો હતો. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી પીડિત પરિવારને ન્યાયની આશા બંધાઈ છે. પોક્સો એક્ટ હેઠળ કડક ગુનો દાખલ, કાયદાકીય સકંજો કસાયો સલાબતપુરા પોલીસે પીડિત બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપી મુસા મોહમદ મંસુરી સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ, 2012 ની કલમ-5(એમ) અને 6 મુજબ દુષ્કર્મનો ગુનો રજીસ્ટર કર્યો છે. આ કલમો હેઠળ ગુનો સાબિત થાય તો આરોપીને આજીવન કેદ અથવા કડક સજાની જોગવાઈ છે. પોલીસ ટીમે આરોપીની ધરપકડ કરીને તેની તબીબી તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મૂળ ભરૂચના સંખવાડ ગામનો વતની પકડાયેલા આરોપી મુસા મોહમદ મંસુરી (ઉંમર વર્ષ 82) હાલ સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહે છે. તે મૂળ ભરૂચના સંખવાડ ગામનો વતની છે અને હાલ સુરતમાં નિવૃત્તિનું જીવન ગુજારી રહ્યો છે. તેને 2 પુત્રો છે, જેઓ પિતાની આવી કરતૂતોથી અજાણ હોઈ તેનાથી અલગ રહે છે.
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન ભાડજ દ્વારા જગન્નાથજીની રથયાત્રાઓનું આયોજન:16 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન અમદાવાદ, કડી, કલોલ, સાણંદ અને ગાંધીનગરમાં રથયાત્રાઓ યોજાશે
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં GST સુધારા પર રાષ્ટ્રીય સેમિનાર:ICSSR પ્રાયોજિત બે-દિવસીય કાર્યક્રમ 16 અને 17 જુલાઈના રોજ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment