Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્કોન ભાડજ દ્વારા જગન્નાથજીની રથયાત્રાઓનું આયોજન:16 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન અમદાવાદ, કડી, કલોલ, સાણંદ અને ગાંધીનગરમાં રથયાત્રાઓ યોજાશે

    2 days ago

    ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા અમદાવાદ અને આસપાસના વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના પાવન અવસરે, આ રથયાત્રાઓ 16 જુલાઈથી 24 જુલાઈ, 2026 દરમિયાન યોજાશે. વર્તમાન સમયમાં વિશ્વમાં પ્રવર્તી રહેલા યુદ્ધો, તણાવ અને અશાંતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષની રથયાત્રા વિશ્વશાંતિ, સૌહાર્દ, માનવ એકતા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ લઈને આવી રહી છે. હરિનામ સંકીર્તન દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ, કરુણા અને સર્વજીવ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે. આ ઉત્સવની એક વિશિષ્ટ બાબત એ છે કે ભગવાન શ્રી જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજી સ્વયં મંદિરની બહાર આવીને દરેક વ્યક્તિને પોતાના દર્શન આપે છે. આ રીતે ભગવાન પોતાના ભક્તોના ઘરઆંગણે અને વિસ્તાર સુધી પધારીને સૌને દિવ્ય દર્શનનો દુર્લભ અવસર પ્રદાન કરે છે, જેને વૈષ્ણવ શાસ્ત્રોમાં ભગવાનની વિશેષ કૃપા તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ ભવ્ય શોભાયાત્રામાં હરિનામ સંકીર્તન, ભક્તિમય નૃત્ય અને મહાપ્રસાદ વિતરણનો સમાવેશ થશે. હજારો ભાવિકો ભગવાનના પવિત્ર નામોના સંકીર્તન સાથે રથ ખેંચવાનો દિવ્ય લાભ પ્રાપ્ત કરશે. આ રથયાત્રાઓનું વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. 16 જુલાઈએ વડસર, સુપરસિટી અને બેસિલ વુડ્સમાં રથયાત્રા યોજાશે. 17 જુલાઈએ માધવ ઇકો વિલેજ અને કડીમાં, જ્યારે 18 જુલાઈએ ડિંગુચા, કલોલ, નારણપુરા-ઘાટલોડિયા અને માધવ ઇકો વિલેજમાં રથયાત્રા નીકળશે. 19 જુલાઈએ માધવ ઇકો વિલેજ, મણિનગર, ગાંધીનગર અને નવરંગપુરામાં રથયાત્રાનું આયોજન છે. અંતે, 24 જુલાઈએ સાણંદ ખાતે રથયાત્રા યોજાશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-સુરતમાં દાદાની ઉંમરના વૃદ્ધોનું બાળકીઓ સાથે અધમ કૃત્ય:રમાડવા અને ખાવાની લાલચ આપી ઘરે બોલાવી, દીકરીઓની આપવીતીથી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ
    Next Article
    સુરતમાં છ વર્ષની માસૂમ સાથે શારીરિક અડપલાં:82 વર્ષના વૃદ્ધે ખાવાની લાલચ આપી ઘરે લઈ ગયો, બાળકી લોહીલુહાણ ઘરે પહોંચતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment