Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-સુરતમાં દાદાની ઉંમરના વૃદ્ધોનું બાળકીઓ સાથે અધમ કૃત્ય:રમાડવા અને ખાવાની લાલચ આપી ઘરે બોલાવી, દીકરીઓની આપવીતીથી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

    2 days ago

    ગુજરાતમાં બે માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલાંની ચકચારી ઘટનાઓ સામે આવી છે. અમદાવાદના મેઘાણીનગરમાં પાંચ વર્ષની બાળકી સાથે 73 વર્ષના વૃદ્ધે કૃકર્મ આચર્યું છે, જ્યારે સુરતના સલાબતપુરામાં 82 વર્ષના વૃદ્ધે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાના ઘરે લઈ જઈ ગુપ્ત ભાગે હાથ ફેરવીને અડપલાં કર્યા હતા. બંને કેસમાં બાળકીઓએ આપવીતી જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બંને કેસમાં આરોપી નંદલાલ આસવાણી અને મુસા મન્સૂરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રમાડવાના બહાને ઘરે બોલાવી માસૂમ સાથે શારીરિક અડપલા કર્યા મળતી માહિતી મુજબ, અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી 73 વર્ષીય નંદલાલ આસવાણીના ઘરે રમવા માટે ગઈ હતી. આ દરમિયાન આરોપીએ પોતાની માનસિક વિકૃતિ દર્શાવીને નાની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને તેના ગુપ્ત ભાગે હાથ ફેરવીને ખરાબ કૃત્ય આચર્યું હતું. આ અણછાજતા વર્તનથી બાળકી ગભરાઈ ગઈ હતી અને તેને શારીરિક પીડા થતાં તે પોતાના ઘરે પહોંચી હતી. બાળકીએ માતા-ફોઈને વાત કરી, 112 પર ફોન થતાં પોલીસ દોડી બાળકીએ ઘરે જઈ પોતાની માતા અને ફોઈને નંદલાલ દ્વારા કરવામાં આવેલા ખરાબ કૃત્ય અંગે વાત કરી હતી. માસૂમ પુત્રી સાથે થયેલી આ હરકત જાણીને સ્તબ્ધ થયેલા પરિવારે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી નંબર 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમના મેસેજના આધારે મેઘાણીનગર પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ટામેટાની દુકાન ધરાવે છે, અગાઉ પણ આવું કૃત્ય કર્યાની આશંકા એસીપી રીના રાઠવાએ જણાવ્યું કે, પીડિત બાળકીની ફરિયાદના આધારે 73 વર્ષીય આરોપી નંદલાલ આસવાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે વિકૃત માનસિકતા ધરાવતો હોવાની આશંકા સાથે પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ વધુ તપાસ તેજ કરી છે. સુરતમાં 82 વર્ષના વૃદ્ધના છ વર્ષની માસૂમ સાથે શારીરિક અડપલાં સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાંથી એક અત્યંત શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, અહીં એક પાડોશમાં જ રહેતા 82 વર્ષના વૃદ્ધે તમામ હદો પાર કરીને એક 6 વર્ષની માસૂમ અને અબુધ બાળકી સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. માસૂમ બાળકી જ્યારે પોતાના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે વૃદ્ધે પોતાની હવસનો શિકાર બનાવી હતી. સલાબતપૂરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    કીર્તનથી લઈ કોચેલા સુધી- દિલજીતના સ્ટાર બનવાની સફર:ક્યારેક ડૉક્ટરની ફી આપવાના પૈસા નહોતા, આજે 380 કરોડનો માલિક
    Next Article
    ઇસ્કોન ભાડજ દ્વારા જગન્નાથજીની રથયાત્રાઓનું આયોજન:16 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન અમદાવાદ, કડી, કલોલ, સાણંદ અને ગાંધીનગરમાં રથયાત્રાઓ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment