Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીર્તનથી લઈ કોચેલા સુધી- દિલજીતના સ્ટાર બનવાની સફર:ક્યારેક ડૉક્ટરની ફી આપવાના પૈસા નહોતા, આજે 380 કરોડનો માલિક

    2 days ago

    વર્ષ 2024માં, દિલજીત દોસાંઝે 'દિલ લ્યુમિનાટી' નામથી વર્લ્ડ ટૂર શરૂ કરી. ભારતમાં આયોજિત તેની આ ટૂરની ટિકિટો ઘણા શહેરોમાં થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે, અલગથી શો પણ ઉમેરવા પડ્યા. દિલજીત ભલે આજે દેશ અને દુનિયામાં પંજાબી સંગીતનો ગ્લોબલ ચહેરો બની ગયો હોય, પરંતુ શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. તાજેતરમાં એક પોડકાસ્ટ 'Q with tom power' માં જણાવ્યું કે, તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો - એટલો કે જો કોઈ બીમાર પડી જાય, તો ડોક્ટરને આપવા માટે પણ પૈસા નહોતા. તેથી બાળપણથી જ એક લક્ષ્ય હતું કે, અમીર અને પ્રખ્યાત બનવું છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તેણે જણાવ્યું કે, એક સમય એવો પણ આવ્યો જ્યારે તે જીવન સમાપ્ત કરવા વિશે વિચારવા લાગ્યો હતો. તેની યોજના પણ બનાવી લીધી હતી, પરંતુ માતાને મળ્યા પછી તેણે વિચાર છોડી દીધો. ચાહકો તેને પ્રેમથી 'અર્બન પેંડુ' પણ કહે છે. અર્બનનો ગુજરાતી અર્થ શહેરી છે અને પેંડુનો અર્થ ગામડાનો છે, એટલે કે ચાહકો તેને શહેરી અને ગ્રામીણનું મિશ્રણ માને છે. દિલજીત ફિટનેસને લઈને ખૂબ જ સાવચેત રહે છે. તે જણાવે છે કે, તેનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થાય છે. તેને રસોઈ બનાવવાનો પણ શોખ છે. આ તેણે કોવિડ દરમિયાન શીખ્યું. તેના ઘણા વીડિયો પંજાબી કોમેન્ટ્રી સાથે સોશિયલ મીડિયા પર પણ શેર કરી ચૂક્યો છે. ફિલ્મ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું કે, 'દિલજીત માત્ર સારા એક્ટર કે ઉત્તમ સિંગર જ નથી, પરંતુ તેમનામાં એક ઊંડી આધ્યાત્મિકતા પણ છે.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જન્મ સમયે તેનું નામ ‘દલજીત’ રાખવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે પહેલો આલ્બમ રેકોર્ડ થયો ત્યારે ટી-સિરીઝની સહાયક કંપની ફાઇનટોનના રાજીન્દર સિંહના કહેવા પર તેણે પોતાનું નામ બદલીને ‘દિલજીત’ કરી લીધું. દલજીતનો જન્મ 6 જાન્યુઆરી 1984ના રોજ પંજાબના એક પરિવારમાં થયો હતો, પરિવારમાં પત્ની - સંદીપ કૌર અને એક દીકરો છે, સંપત્તિ આશરે 380 કરોડ રૂપિયા અંદાજિત છે. ચર્ચામાં શા માટે - તાજેતરમાં તેની ફિલ્મ 'સતલજ' OTT પર રિલીઝ થઈ હતી, જેને હટાવી દેવામાં આવી છે. આ અંગે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. પિતા પંજાબ રોડવેઝમાં ડ્રાઈવર હતા દિલજીતના પિતા બલબીર સિંહ પંજાબ રોડવેઝમાં ડ્રાઈવર હતા, જેમને 5 હજાર રૂપિયા પગાર મળતો હતો. આથી તેમણે દિલજીતને સારા શિક્ષણ માટે મામાના ઘરે લુધિયાણા મોકલી દીધો. મામા જાણીતા કીર્તનકાર હતા. અહીંથી જ દિલજીતમાં સંગીત પ્રત્યે રુચિ જાગી. દિલજીતનું ભણવામાં મન નહોતું લાગતું, આથી તેણે દસમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો. વોર્નર મ્યુઝિકે તેની સાથે પાર્ટનરશિપ કરી છે ગુરુદ્વારામાં કીર્તનથી ગ્લોબલ સ્ટાર સુધી શાળાના દિવસોથી જ દિલજીતે ગુરુદ્વારાઓમાં કીર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. તેનો પહેલો આલ્બમ ‘ઇશ્ક દા ઉડા અડા’ 2004માં આવ્યો. 2009માં હની સિંહ સાથે આવેલા આલ્બમ ‘ધ નેક્સ્ટ લેવલ’એ તેને યુકે, અમેરિકા અને કેનેડાના પંજાબી સમુદાયમાં પ્રખ્યાત કર્યો. 2016માં ‘ઉડતા પંજાબ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. બાળકો અને વૃદ્ધો માટે ફાઉન્ડેશન બનાવ્યું - વંચિત બાળકો અને વૃદ્ધોની મદદ માટે 2013માં પોતાના જન્મદિવસ પર સાંઝ ફાઉન્ડેશન નામથી એનજીઓ શરૂ કર્યું હતું. - દિલજીતને મોંઘા સ્નીકર્સ અને જૂતાનો ખૂબ શોખ છે. તેની પાસે દુનિયાના સૌથી દુર્લભ અને મોંઘા બ્રાન્ડ્સનું મોટું કલેક્શન છે. 'કોચેલા'માં પરફોર્મ કરનાર પ્રથમ પંજાબી સિંગર - ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 યાદીમાં ઘણી વખત સામેલ કરવામાં આવ્યો છે. - કેલિફોર્નિયાના પ્રસિદ્ધ મ્યુઝિક એન્ડ આર્ટ્સ ફેસ્ટિવલ ‘કોચેલા’માં પ્રસ્તુતિ આપનાર તે પ્રથમ પંજાબી સિંગર છે. - ક્લોધિંગ બ્રાન્ડ ‘અર્બન પેંડુ’ લોન્ચ કર્યો છે. ખાલિસ્તાની એજન્ડાને પ્રોત્સાહન આપવા બદલ આરોપ લાગી ચૂક્યા છે - 2020માં કોંગ્રેસ સાંસદ રવનીત બિટ્ટુએ તેના ગીતો 'રંગરૂટ' અને જૈઝ બીના ‘પુત જટ્ટા દાં’ ને ખાલિસ્તાની એજન્ડાને પ્રોત્સાહન આપનારા ગણાવ્યા હતા. - 2025માં FWICE એ ફિલ્મ ‘સરદાર જી 3’ માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરને કાસ્ટ કરવા બદલ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડના ટ્રાફિકમાં ફસાયેલી રહી ટીમ ઈન્ડિયા:7:15 વાગ્યે ટૉસ થશે; ભારતનો T20નો તાજ ખતરામાં, હારશે તો નંબર-1નું સ્થાન ગુમાવશે
    Next Article
    અમદાવાદ-સુરતમાં દાદાની ઉંમરના વૃદ્ધોનું બાળકીઓ સાથે અધમ કૃત્ય:રમાડવા અને ખાવાની લાલચ આપી ઘરે બોલાવી, દીકરીઓની આપવીતીથી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment