Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો:એરફોર્સ કર્મચારી પાસેથી દારૂ મેળવ્યાનો ખુલાસો, ₹5.01 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 hours ago

    ભુજ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભુજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઓધવવંદના સોસાયટી વિસ્તારમાં દરોડા દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5,01,164નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ભુજ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાનુપ્રકાશ નામના કર્મચારીએ નાગોર ફાટક નજીક આવેલા મંગલમ રેસિડેન્સી વિસ્તારમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો. ત્યારબાદ ઓધવવંદના સોસાયટીમાં રહેતો સુધીર ઘનશ્યામભાઈ ચુડાસમા આ દારૂનો જથ્થો પોતાની હ્યુન્ડાઈ કારમાં લઈ ગયો હોવાની બાતમી મળી હતી. માહિતીના આધારે પોલીસે ઓધવવંદના સોસાયટી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક સફેદ રંગની હ્યુન્ડાઈ કારની તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની શીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.1,91,164 જેટલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ કાર, જેની કિંમત આશરે રૂ.3 લાખ આંકવામાં આવી છે, તેમજ રૂ.10 હજારની કિંમતનો વિવો મોબાઇલ ફોન પણ પોલીસે કબજે કર્યો હતો. આમ, સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ.5,01,164નો મુદ્દામાલ પોલીસ કબજામાં લેવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન સુધીર ચુડાસમાએ આ દારૂનો જથ્થો ભુજ એરફોર્સ સ્ટેશનના કર્મચારી ભાનુપ્રકાશ પાસેથી નાગોર ફાટક નજીકના મંગલમ રેસિડેન્સી પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે ભુજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે સુધીર ચુડાસમા સહિત બંને શખ્સો સામે પ્રોહિબિશન સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, તેની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ અને અગાઉ પણ આ રીતે દારૂની હેરાફેરી કરવામાં આવી હતી કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટનો ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર:કહ્યું- લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે, પરંતુ 24 કલાક ફટાકડા ફોડવાની છૂટ પણ નહીં
    Next Article
    ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ:ભાડાની તકરારો હવે કોર્ટમાં નહીં, એડમિનિસ્ટ્રેશન પાસે જતા વકીલોનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment