Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છઠ પૂજા માટે ખોદેલા ખાડામાં કાર ખાબકી:સેકટર 24નો બનાવ, તંત્રની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ; ચાલકનો આબાદ બચાવ

    6 घंटे पहले

    પાટનગર ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં તંત્રની બેદરકારીનો વધુ એક જીવતોજાગતો દાખલો સામે આવ્યો છે. અહીં છઠ પૂજાના ઉત્સવ દરમિયાન ખોદવામાં આવેલો ખાડો સમયસર પૂરવામાં ન આવતા એક ગાડી તેમાં ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ફફડાટ સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. છઠ પૂજાનો તહેવાર પૂર્ણ થયાને એક સપ્તાહથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં આ ખાડો હજુ સુધી કેમ પૂરવામાં નથી આવ્યો તે એક મોટો અને ગંભીર સવાલ ઊભો થયો છે. તહેવાર દરમિયાન પૂજા-અર્ચના માટે ખોદાયેલા આ ખાડાને ત્યારબાદ ખુલ્લો જ છોડી દેવામાં આવતા તે રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અહીં ચેતવણી બોર્ડના અભાવે વાહનચાલકો આ ખાડાનો અંદાજ લગાવી શકતા નથી જેના કારણે આજે અકસ્માત સર્જાયો હતો. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે- સ્થાનિક સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. બાળકો, વૃદ્ધો અને વાહનચાલકો માટે આ ખુલ્લો ખાડો સતત જોખમરૂપ બની ગયો છે. અગાઉ પણ આવી બેદરકારીઓને કારણે નાના-મોટા બનાવો બન્યા હોવા છતાં સંબંધિત તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોમાં આક્રોશ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે કોઈ નિર્દોષના મોતની રાહ જોઈ રહ્યું છે? આ ઘટના બાદ ફરી એકવાર શહેરની માળખાકીય સુવિધાઓ અને કામગીરી પૂર્ણ થયા બાદ સાઈટ સુરક્ષિત કરવાની જવાબદારી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. જો સમયસર આ ખાડો પૂરવામાં આવ્યો હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. હાલ તો સ્થાનિક લોકો તાત્કાલિક ધોરણે આ ખાડો પૂરીને રસ્તો સમથળ કરવામાં આવે અને જવાબદાર તંત્રના અધિકારી કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ખાણી-પાણીની દુકાનની આડમાં દારુ મહેફિલ:રામોલ રિંગરોડ નજીક હોટલના માલિકે દારૂનો જથ્થો મંગાવ્યો, દારુ પીતા 11 ઝડપાયા
    Next Article
    સુરત સિવિલમાં 10 બેડનું અદ્યતન રેસ્પિરેટરી આઈસીયુ શરૂ:ફેફસાં અને ટીબીના ગંભીર દર્દીઓને તપાસ માટે અન્ય વોર્ડમાં ખસેડવા નહીં પડે; બેડ પર જ સોનોગ્રાફી, એક્સ-રે, ઈકો અને એ.બી.જી. ટેસ્ટ થઈ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment