Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોગામહારાજના મંદિરમાંથી ચાંદી-તાંબાના છત્તર, નાગ મુર્તિઓની ચોરી:ખેરાલુ નજીક લુણવા ગામે તસ્કરોએ બંધ મંદિરનું તાળું તોડીને 11 લાખનો મુ્દ્દામાલ લઈને ફરાર

    8 hours ago

    મહેસાણાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે ગોગામહારાજના મંદિરમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. ગામના રબારી વાસમાં આવેલા મંદિરમાંથી અજાણ્યા શખસો ચાંદી અને તાંબાના કિંમતી છત્તર તેમજ નાગ મુર્તિઓ સહિત કુલ રૂ.11.01ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ અંગે લુણવા ગામના રહીશ રાકેશકુમાર રામજીભાઇ મેઘરાજભાઈ રબારીએ ખેરાલુ પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. મંદિરના દરવાજાનું તાળું તૂટેલું, તમામ મૂર્તિઓ સહિતનો સામાન ગાયબ ફરિયાદી રાકેશકુમાર રબારી ગત 4 ઓક્ટોબર પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. 7 ઓક્ટોબર સવારે આશરે છ વાગ્યે તેઓ અમદાવાદથી પરત લુણવા આવી રહ્યા હતા, ત્યારે સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં તેમના મોટા બાપા મોતીભાઇ મલાભાઈ દેસાઈનો ફોન આવ્યો હતો. મોતીભાઇએ જણાવ્યું હતું કે તેઓ રોજ મુજબ ગોગામહારાજના મંદિરમાં દીવાબત્તી કરવા ગયા ત્યારે મંદિરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને અંદર મુકેલી તમામ મૂર્તિઓ તથા પૂજાનો સામાન ગાયબ હતો. ચાંદીના 12 નાગ સહિત 11 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા આ માહિતી મળતાં જ ફરિયાદી સવારે નવેક વાગે લુણવા પહોંચ્યા હતા.ત્યાં તેમના પિતા રામજીભાઇ, દાદા સરતાનભાઈ અને મહોલ્લાના નાગજીભાઈ તેમજ કનુભાઈ સહિતના લોકોએ ભેગા થઈ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે ચોરે દરવાજાનું તાળું તોડી મંદિરમાંથી મોટા પાયે ચોરી કરી છે. ગત તા.6 ઓક્ટોબરે સાંજના સાતેક વાગ્યાથી 7 ઓક્ટોબરના સવારના છ વાગ્યાના સમયગાળા દરમિયાન તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીમાં ગયેલા મુદ્દામાલની વિગતો તપાસતાં મંદિરમાંથી વિવિધ વજનના ચાંદીના કુલ 12 નાગ (વજન આશરે 4 કિલો 550 ગ્રામ, કિંમત રૂ. 9,38,000), ચાંદીના 3 છત્તર (વજન આશરે 600 ગ્રામ, કિંમત રૂ. 1,30,000), એક ચાંદીનું પારણું (વજન આશરે 200 ગ્રામ, કિંમત રૂ. 30,000) અને તાંબાના 3 નાગ (વજન આશરે 2 કિલો 300 ગ્રામ, કિંમત રૂ. 3150) ચોરાયા છે. આમ, કુલ રૂ. 11,01,150ની કિંમતનો કિંમતી સામાન અજાણ્યો ચોર ચોરી કરી ગયો હોવાનું બહાર આવ્યું છે. આ ચોરાયેલ મુદ્દામાલ મંદિરમાં ભક્તો દ્વારા દાન પેટે આવેલો હોવાથી તેની અસલ પહોંચ કે બિલ પ્રાપ્ય નથી. બનાવ અંગે ખેરાલુ પોલીસે ગુનો નોંધી ચોર ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં નવરાત્રી માટે માટીના ગરબામાં પરંપરા અને આધુનિકતાનો સંગમ:કારીગરોની અનોખી કારીગરીથી ધાર્મિક પર્વની રોનક વધી
    Next Article
    જાંબુઘોડા હાઈવે પર ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીનું કરુણ મોત:9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, મૃતકના પત્નીનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment