Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા-અરવલ્લીની 122 દીકરીઓને રક્ષાબંધન પર સાડી ભેટ:સાંસદ શોભનાબેન બારૈયાએ સમૂહલગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયેલી દીકરીઓને સાડી ભેટ આપી

    14 hours ago

    હિંમતનગરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 122 દીકરીઓને સાડી ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ દીકરીઓ ગત વર્ષે સાંસદ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયેલી હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ દીકરી ન હોવાથી આ તમામ દીકરીઓને પોતાની દીકરીઓ ગણીને રક્ષાબંધનની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સાંસદે દીકરીઓ સાથે આત્મીયતા વ્યક્ત કરી હતી અને તેમને સાડી ભેટ આપી હતી. આ ઉપરાંત, જે દીકરીઓ પાસે પોતાનું ઘર નથી, તેમને પંડિત દીનદયાળ આવાસ યોજના સહિતની સરકારી યોજનાઓનો લાભ અપાવી ઘર મળે તે માટે પ્રયાસ કરવાની પણ ખાતરી આપી હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ જાહેરાત કરી હતી કે આગામી વર્ષ 2027માં ફરીથી સાંસદ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ જળપ્રલયમાં 18 ગુજરાતી ગુમ:ટેસ્ટ ડ્રાઈવમાં ક્રેટાની મર્સિડીઝ સાથે ટક્કર, આપ કાર્યકરોએ મેયરના ઘરની બહાર કચરાંનો ખડકલો કર્યો, અમદાવાદમાંથી ઝડપાઈ બીપીની નકલી દવા
    Next Article
    રાજકોટ અગ્નિકાંડ બાદ પણ તંત્ર બેદરકાર?:જૂનાગઢમાં નિયમો નેવે મૂકી મોટા ચકડોળને લાયસન્સ અપાયાનો પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment