Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડિયાવાડમાં યુવતીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા:​જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; પરિવારમાં ભારે આક્રંદ, પોલીસ તપાસ તેજ

    14 hours ago

    ​જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાંથી એક અત્યંત દૂખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક ૧૮ વર્ષની યુવતીએ પોતાના જ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હજુ તો જીવવાની શરૂઆત કરે તે પહેલાં જ યુવતીએ આવું અંતિમ પગલું ભરી લેતા સ્થાનિક રહેવાસીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવતીનએ પોતાના ઘરે કોઈ પણ આસપાસના લોકોને ખબર ન પડે તે રીતે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આશાસ્પદ પુત્રીના આવા અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે.. ​આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.​ યુવતીએ કયા કારણોસર આત્મહત્યા જેવું આકરું પગલું ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે પોલીસ દ્વારા પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઇરાનનું અસ્તિત્વ ખતમ કરી દઈશુંઃ ટ્રમ્પની ઈરાનને ધમકી:USએ ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા; ઈરાનનો બહેરીન-કુવૈત પર હુમલો
    Next Article
    રાજકોટમાં ઊંડા કૂવામાં ખાબકેલા આધેડનું દિલધડક રેસ્ક્યૂ:ફાયર જવાનોએ પાણીમાં પાઈપો-જાળીઓ વચ્ચેથી મહામહેનતે બહાર કાઢ્યા; જીવ ન બચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment