Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ અગ્નિકાંડ બાદ પણ તંત્ર બેદરકાર?:જૂનાગઢમાં નિયમો નેવે મૂકી મોટા ચકડોળને લાયસન્સ અપાયાનો પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ

    16 hours ago

    સૌરાષ્ટ્રના લોકપ્રિય અને પવિત્ર સાતમ-આઠમ તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમી મેળાના આયોજનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શહેરના સત્યમ પાર્ટી પ્લોટ ખાતે ત્રિશુલ અમ્યુઝમેન્ટ દ્વારા આયોજિત ‘આનંદ નગરી’ મેળા સામે સ્થાનિક જાગૃત નાગરિકો અને રાજકીય આગેવાનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આક્ષેપ થઈ રહ્યો છે કે, બિન-ખેતી (N.A.) ન થયેલી જગ્યા પર નિયમોને નેવે મૂકીને તંત્ર દ્વારા મોટાં ચકડોળ અને ઇલેક્ટ્રિક રાઇડ્સ માટે પરફોર્મન્સ લાયસન્સ આપી દેવામાં આવ્યું છે. ભૂતકાળમાં પરવાનગી વિના ચાલેલા જલપરી મેળાની ઘટનાને યાદ કરીને લોકો પૂછી રહ્યા છે કે જો કોઈ મોટી હોનારત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે. ભવનાથના નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ: બટુક મકવાણા આ સમગ્ર વિવાદ મામલે જૂનાગઢના જાગૃત નાગરિક બટુક મકવાણાએ જણાવ્યું હતું કે ભવનાથ પરિસરમાં વર્ષોથી 200થી 500 જેટલા ગરીબ પરિવારો બેટરી સંચાલિત નાનાં ચકડોળ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જેમાં કોઈ જોખમ નહોતું. જોકે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્રએ કડકાઈ દાખવીને ભવનાથના આ નાના ફજળ-ફાળકા બંધ કરાવી દીધા હતા. એક તરફ ગરીબોની રોજીરોટી છીનવી લેવામાં આવી છે, તો બીજી તરફ ખાનગી પાર્ટી પ્લોટમાં જોખમી આધુનિક રાઇડ્સવાળા મોટા મેળાને સરળતાથી મંજૂરી આપી દેવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે ભવનાથના નાના ધંધાર્થીઓને તાત્કાલિક છૂટ આપવી જોઈએ અને સત્યમ પ્લોટમાં સલામતીની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે. બિન-ખેતી જગ્યામાં ગેરકાયદે મંજૂરી સામે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી: અનિલ ઉદાણી ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ઉદાણીએ જણાવ્યું હતું કે નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર મંજૂરીઓ આપી શકાય નહીં. આ સંદર્ભે તેમણે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, એસપી અને વન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓને ઈમેલ મારફતે પુરાવા સાથે લેખિત વિરોધ નોંધાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જે પ્લોટ પર મેળો ગોઠવાયો છે તે જગ્યા N.A. થયેલી નથી. જો વહીવટી તંત્ર દ્વારા આ ગેરકાયદે આયોજન તાકીદે બંધ કરાવવામાં નહીં આવે, તો જનહિત અને જાહેર સુરક્ષા ખાતર તેઓ ટૂંક સમયમાં જ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરશે. રાઇડ સેફ્ટી કમિટીની ટેકનિકલ ચકાસણી બાદ જ લાયસન્સ અપાયું: નાયબ કલેક્ટર નિકુંજ ધુડા આ સમગ્ર વિરોધ અને વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં જૂનાગઢના નાયબ કલેક્ટર નિકુંજ ધુડાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમી પર્વ નિમિત્તે 2 સ્થળો માટે મેળાની અરજીઓ મળી હતી. જે પૈકી સત્યમ પાર્ટી પ્લોટ ખાતેના મેળા માટે અંદાજે 15 દિવસ પહેલાં જરૂરી નિયમોને આધીન પરફોર્મન્સ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે સક્કરબાગ ઝૂ સામેના મેદાનની અરજી હાલ ચકાસણી હેઠળ છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના 2024 ના નોટિફિકેશન મુજબ રચાયેલી વિશેષ ‘રાઇડ સેફ્ટી સમિતિ’ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. નિષ્ણાતો દ્વારા રાઇડ્સના બિલ, ટેકનિકલ સ્પેસિફિકેશન, પેસેન્જર કેપેસિટી અને સ્ટાફની તાલીમના પ્રમાણપત્રોની સઘન ચકાસણી અને સમિતિના હકારાત્મક અભિપ્રાય બાદ જ સુરક્ષા સુનિશ્ચિત કરીને લાયસન્સ મંજૂર કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા-અરવલ્લીની 122 દીકરીઓને રક્ષાબંધન પર સાડી ભેટ:સાંસદ શોભનાબેન બારૈયાએ સમૂહલગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયેલી દીકરીઓને સાડી ભેટ આપી
    Next Article
    નેપાળ પૂરમાં 18 ગુજરાતી ગુમ:ન્યૂઝીલેન્ડમાં વસતુ અમદાવાદનું પટેલ દંપતી મિસિંગ, બર્થ ડેના દિવસે જ ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદી ભાવિન રાવલ ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment