Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં 18 ગુજરાતી ગુમ:ન્યૂઝીલેન્ડમાં વસતુ અમદાવાદનું પટેલ દંપતી મિસિંગ, બર્થ ડેના દિવસે જ ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદી ભાવિન રાવલ ગુમ

    18 hours ago

    નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ 18 યાત્રાળુઓ ગુમ થયા છે અથવા કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાહત-બચાવ કામગીરી અને સંપર્કના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. મિસિંગ ગુજરાતીઓનું સંપૂર્ણ લિસ્ટ આ 12માં ન્યૂઝિલેન્ડમાં રહેતું અને મૂળ અમદાવાદનું દંપતી પણ સંપર્ક વિહોણું છે. તેમના પરિવારજન ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતા. ન્યૂઝીલેન્ડમાં વસતા અને મૂળ અમદાવાદના દંપતીના પરિવારજન ચિરાગ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારા બનેવી મિહિર પટેલ મૂળ અમદાવાદના મણિનગરના અને મારી બહેન વડોદરાની છે. બન્ને 25-30 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સના સંપર્કથી ન્યુઝીલેન્ડથી આવી સીધા કાઠમંડુ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા. છેલ્લે 23, 24 અને 25 ઓગસ્ટ સુધી કાઠમંડુની હોટલમાં રોકાયેલા હતા. જ્યારે અમે હોટલમાં ફોન કર્યો ત્યારે અમને આ અંગે જાણ થઈ હતી. અઠવાડિયા અગાઉ મારી બહેને ફોન કરીને જણાવ્યું કે તેઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળી રહ્યા છે અને ત્યાંથી પાછા આવશે. પરંતુ કૈલાશ માનસરોવર પહોંચ્યા પછી અમારો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.સરકાર તમામ લોકોને બચાવવાનો પ્રયત્ન કરે તેવી આશા છે. બર્થ ડેના દિવસે જ ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદી ભાવિન રાવલ ગુમ ઓસ્ટ્રેલિયાથી નેપાળ ફરવા ગયેલા મૂળ અમદાવાદના ભાવિન રાવલ ગુમ છે. ભાવિન રાવલ સાથે તેમના ઓસ્ટ્રેલિયાથી આવેલા અન્ય બે મિત્રો પણ હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો દ્વારા સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ નેપાળમાં નેટવર્કની સમસ્યાને કારણે હજુ સુધી ભાવિન સાથે વાત થઈ શકી નથી. આ અંગે ભાવિનના મોટા ભાઈ ધવલ રાવલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ગઈકાલે સાંજે ભાવિન સાથે વાત થઈ હતી. તે સમયે નેપાળમાં ઇમિગ્રેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ હજુ સુધી તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. થોડી-થોડી મિનિટે ભાવિનને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ ત્યાં નેટવર્કની સમસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આશરે 22 કલાક જેટલો સમય વીતી ગયો છે અને હજુ સુધી ભાવિન અંગે કોઈ માહિતી મળી નથી. આજે ભાવિન રાવલનો જન્મદિવસ પણ છે, ત્યારે પરિવારજનો માટે ચિંતા વધુ વધી છે. પરિવાર દ્વારા રાજ્ય સરકારની મદદની માંગવામાં આવી છે. ભાવિનની પત્ની હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે ત્યાંની ઇમિગ્રેશન ઓફિસને પણ સમગ્ર ઘટનાની જાણ કરી છે. પરિવારજનો અને મિત્રો ભાવિન સાથે સંપર્ક થવાની રાહ જોઈ રહ્યા છે. USમાં રહેતું આણંદનું દંપતી ગુમ થતાં પરિવાર ચિંતામાં અમેરિકામાં રહેતું આણંદનું એક દંપતી પણ સંપર્ક વિહોણું છે. બિમલ પટેલ અને તેમના પત્ની જૈમિના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સમાં નેપાળ ફરવા ગયા હતા. નેપાળ પ્રવાસ બાદ બંને માનસરોવર યાત્રાએ રવાના થવાના હતા. ઘટના બની તે દિવસે બંને માન સરોવર યાત્રા માટે ચાઈનાના વિઝા લેવા એમ્બેસી પહોંચ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, જે વિસ્તારમાં પૂર આવ્યું હતું, ત્યાં જ ચીનની એમ્બેસી આવેલી હતી. ગત રવિવારે બંનેએ પરિવાર સાથે વાત પણ કરી હતી. પરંતુ ત્યારબાદથી બંનેનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. નેપાળમાં ભાઈ-ભાભી ગુમ થઈ જતા પિતરાઈ ચિંતિત મુંબઈ રહેતા વિરલ નથવાણીએ દિવ્ય ભાસ્કને જણાવ્યું કે, મારા પિતરાઇ ભાઈ ડૉ.જય દિનેશભાઈ કોટેચા અને તેમના પત્ની રોમા દિલીપભાઈ ઈંટવાલા ગત 23 ઓગસ્ટે 35 મિત્રોના ગ્રૂપમાં નેપાળ ફરવા ગયા હતા. જોકે 26મીની સવારે 7 વાગ્યા બાદથી તેનો સંપર્ક થઈ શક્યો નથી. જેથી મુંબઇથી અમારા બે ભાઈ કાઠમંડુ પહોંચ્યા છે અને ત્યાંની એમ્બેસી સાથે વાતચીત ચાલુ છે. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી. ડૉ. જયના પિતા દિનેશભાઈનો જન્મ રાજકોટ શહેરમાં થયો હતો. જોકે તેમનો પરિવાર મુંબઈમાં રહે છે. જેમાં ડૉ.જય મુંબઈમાં તો તેમના પત્ની રોમા વલસાડમાં રહે છે. જ્યારે કૈલાશ માન સરોવર યાત્રાએ ગયેલી ફિલ્મ એક્ટ્રેસ માનસીએ પારેખ સોશિયલ મીડિયા પર સુરક્ષિત હોવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેઓ પરત આવી ચૂક્યા છે. આ પણ વાંચો: 43 ગુજરાતીઓ નીકળ્યા'ને નેપાળમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલી વિગતો મુજબ ગુમ થયેલા 12 લોકોમાં અમદાવાદના 3, આણંદના 2, સુરતના 3, વલસાડના 1, રાજકોટના 1 તેમજ મૂળ ગુજરાતી એવા યુએસએના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રિકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે માનસરોવર યાત્રાના કેરુંગ રૂટ પર ગયા હતા. ફ્રેન્ડશિપ બ્રિજ અને બોર્ડર વિસ્તારમાં સંપર્ક તૂટ્યો કેટલાક યાત્રાળુઓ રસુવાગઢી-કેરુંગ બોર્ડર પર ભોટે કોશી નદી અને ફ્રેન્ડશિપ બ્રિજ નજીક હતા ત્યારે પૂરની ઝપટમાં આવી જતાં સંપર્કવિહોણા બન્યા હતા. મોટાભાગના યાત્રિકોનો છેલ્લા 24 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી. જેને કારણે ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નેપાળના ઇમર્જન્સી સેન્ટરના સતત સંપર્કમાં રહી બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યું છે. નેપાળ પૂરમાં મૃત્યુઆંક 273એ પહોંચ્યો,1500 લોકોની શોધખોળ નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે આવેલા અચાનક પૂરને કારણે 273 લોકોના મોત થયા છે. આમાં નેપાળમાં 270 અને તિબેટમાં 3 લોકોના જીવ ગયા છે. લગભગ 1,500 લોકો હજુ પણ ગુમ છે. જેમાં 32 દેશના લગભગ 525 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકોમાં 300થી વધુ ભારતીય છે. તેમજ, ભારતીય વિદેશ મંત્રાલયે 288 ભારતીયો ગુમ થયાની પુષ્ટિ કરી છે. ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે લોકોની શોધખોળ ચાલુ છે. નેપાળી સેનાએ રસુવાના ટિમુરેથી આજે સવારે 116 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આમાં 95 નેપાળી અને 21 ભારતીયો છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    રાજકોટ અગ્નિકાંડ બાદ પણ તંત્ર બેદરકાર?:જૂનાગઢમાં નિયમો નેવે મૂકી મોટા ચકડોળને લાયસન્સ અપાયાનો પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ
    Next Article
    શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્વક ઉજવણી:દામોદર કુંડ ખાતે હેમાદ્રી સ્નાન કરી ભૂદેવોએ નવી જનોઈ ધારણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment