Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્વક ઉજવણી:દામોદર કુંડ ખાતે હેમાદ્રી સ્નાન કરી ભૂદેવોએ નવી જનોઈ ધારણ કરી

    21 hours ago

    જૂનાગઢમાં પવિત્ર શ્રાવણ સુદ પૂનમ એટલે કે બળેવ અને નાળિયેરી પૂનમના પાવન અવસરને બ્રહ્મસમાજ દ્વારા પરંપરાગત ધાર્મિક આસ્થા અને ભારે ભાવઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે. સમસ્ત બ્રહ્મસમાજ માટે દિવાળી સમાન મનાતા આ શ્રેષ્ઠ દિવસે ભૂદેવોએ પવિત્ર દામોદર કુંડ સહિતના તીર્થસ્થાનો પર એકત્રિત થઈને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈ બદલીને નવી યજ્ઞોપવીત ધારણ કરી હતી. વર્ષમાં માત્ર એક જ વાર યોજાતી વિશેષ હેમાદ્રી પ્રાયશ્ચિત વિધિ અને સ્નાન સંપન્ન કર્યા બાદ સૂર્યોપસ્થાન તેમજ દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃઓનું તર્પણ કરી પિતૃઓની અક્ષય તૃપ્તિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. ગણપતિ પૂજન, સપ્તર્ષિ આરાધના અને યજ્ઞોપવીતના 9 તંતુઓનું પૂજન ધાર્મિક પરંપરા અનુસાર સર્વપ્રથમ પ્રથમપૂજ્ય ગણપતિ દાદા અને કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અરૂંધતી સહિત કશ્યપ આદિ સપ્તઋષિઓનું વિધિવત્ શાસ્ત્રોક્ત આહ્વાન અને પૂજન કરાયું હતું. યજ્ઞોપવીતમાં સમાયેલા 9 તંતુઓમાં બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને નાગાદિ દેવતાઓનું આવાહન કરી વિશેષ મંત્રો દ્વારા સંસ્કારિત કરવામાં આવી હતી. ભૂદેવો દ્વારા પોતાના પિતૃઓના આત્મકલ્યાણ અને શ્રેય અર્થે યજ્ઞોપવીતનું દાન પણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી હતી. ઇષ્ટદેવ રાધા દામોદરજીના દર્શન અને વડીલોના આશીર્વાદ મેળવ્યા જૂનાગઢ ગિરનારા જ્ઞાતિના ગોર કેતનભાઈ જોશીએ આ પર્વનું આધ્યાત્મિક મહત્ત્વ વર્ણવતાં જણાવ્યું હતું કે શ્રાવણ સુદ પૂનમ એ બ્રહ્મતેજની વૃદ્ધિ અને સંસ્કાર નવીનીકરણ માટેનો વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. નવી જનોઈ ધારણ કર્યા બાદ તમામ બ્રાહ્મણોએ જૂનાગઢના ઇષ્ટદેવ શ્રી રાધા દામોદર બલદેવજીના મંદિરે પહોંચી ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું હતું તેમજ પરિવાર અને સમાજના વડીલોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. નાળિયેરી પૂનમે સોરઠ પંથકનું વાતાવરણ ભક્તિમય બન્યું આ પવિત્ર દિવસને નાળિયેરી પૂનમ તરીકે પણ હર્ષોલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે. બ્રહ્મસમાજ માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ સર્વોચ્ચ મહત્વ ધરાવતા આ પર્વ નિમિત્તે યોજાયેલી વિવિધ ધાર્મિક વિધિઓ, વેદઘોષ અને ઋષિ તર્પણના કાર્યક્રમોથી સમગ્ર ગિરનાર તળેટી અને દામોદર કુંડ પરિસરનું વાતાવરણ અત્યંત પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં 18 ગુજરાતી ગુમ:ન્યૂઝીલેન્ડમાં વસતુ અમદાવાદનું પટેલ દંપતી મિસિંગ, બર્થ ડેના દિવસે જ ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદી ભાવિન રાવલ ગુમ
    Next Article
    શ્રાવણી પૂનમે 100થી વધુ બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કર્યું:રાજપીપળાની ચોર્યાસીની વાડી ખાતે વૈદિક પરંપરા મુજબ વિધિ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment