Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી મિલકતોનો રૂ. 100 કરોડનો વેરો બાકી:રાજકોટમાં નાના બાકીદારો સામે ધોકો પછાડતું મનપા સરકારી મિલકતો મુદ્દે લાચાર, વેરા મેનેજરે કહ્યું- આવી મિલકતો સીલ કરી શકાય નહીં

    1 day ago

    રાજકોટ મહાપાલિકા દ્વારા હાલ વ્યાજમાફી યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના પૂર્ણ થયા બાદ નાના બાકીદારો સામે ધોકો પછાડી સિલિંગ સુધીની કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. બીજીતરફ સરકારી મિલકતોનો રૂ. 100 કરોડનો વેરો બાકી હોવા છતાં તંત્ર તેની વસુલાત કરવામાં લાચાર હોય તેવું લાગી રહ્યું છે. વેરા વિભાગના મેનેજરનાં કહેવા મુજબ આ મિલકતોમાં પ્રજાના કામો થતા હોય છે અને લોકોની અવરજવર રહેતી હોય છે. જેને લઈને તેને સીલ કરવાનું શક્ય નથી. પરંતુ વેરો વસૂલવા માટે મ્યુ. કમિશનર અને ડે. કમિશનર સહિતનાં અધિકારીઓ દ્વારા પત્રવ્યવહાર સહિત જુદા જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માર્ચ મહિના સુધી મોટાભાગનો વેરો વસુલાય તેવી શક્યતા છે. પ્રાપ્ત વિગત મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની 10 મુખ્ય કચેરીઓ અને સંસ્થાઓ પાસેથી રૂ.100,67,78,246નો વેરો વસુલવાનો બાકી છે. જેમાં રૂ. 80,72,33,086નો મિલકતવેરો અને રૂ. 19,95,45,160નો પાણીવેરાનો સમાવેશ થાય છે. આ કચેરીઓને હવે સમ્પ કનેક્શનના યુનિટ દીઠ 5,000 વ્યાજ માફી મળી શકે છે. વાસ્તવમાં આ સરકારી કચેરીઓ પાસેથી અંદાજે 48 કરોડ જેટલું વ્યાજ લેવાનું થાય છે. જોકે નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ગણતરીના મહિના બાકી છે તેમજ વ્યાજમાફી યોજના અમલમાં છે. છતાં સરકારી મિલકતોનો બાકીવેરો વસુલ કરવામાં હજુપણ મનપાને ખાસ કોઈ સફળતા મળી નથી. સરકારી મિલકતોનાં બાકીવેરાની વિગતવાર માહિતી ક્રમ મિલકતનું નામ બાકીવેરો 1) સૌરાષ્ટ્ર યુનિ. 34,27,05,725 2) સમરસ હોસ્ટેલ 17,95,50,426 3) સિટી પોલીસ 13,88,45,806 4) કલેક્ટર 11,70,33,412 5) રેલવે 10,87,85,177 6) પીડબલ્યુડી 6,68,87,907 7) સેન્ટ્રલ જેલ 2,33,88,267 8) ગુજરાત એસ.ટી. 1,28,18,209 9) કેવીએસ 1,06,70,743 10) કોર્ટ 60,92,574 કુલ બાકી 1,00,67,78,246 દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં વેરા વિભાગનાં મેનેજર વત્સલ પટેલે જણાવ્યું કે, સરકારી મિલકતોનો બાકીવેરો વસૂલવા માટે મનપા દ્વારા સામાન્ય પદ્ધતિ કરતાં તદ્દન અલગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ તમામ મિલકતોમાં પ્રજાની સતત અવરજવર રહેતી હોવાથી તેને સીલ કરી શકાતી નથી. આ વસૂલાત માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિશનર અને નાયબ કમિશનરની સહીથી ડી.ઓ. લેટર લખવામાં આવે છે. જો સરકારમાંથી ગ્રાન્ટની ઉપલબ્ધતા થાય તો રકમ સત્વરે જમા કરવામાં આવે છે, અને ગ્રાન્ટ ન હોય તો સમયાંતરે ડી.ઓ. લેટર તેમજ ઉચ્ચ અધિકારીઓને મળીને મિટિંગ યોજી સરકારમાં મેડ્સ ઓફ મિટિંગ મોકલવામાં આવે છે. આ ઉપરાંત, સત્વરે ગ્રાન્ટ ફાળવવા માટે અલગ કચેરીઓ અને અધિકારીઓ દ્વારા સરકારનું વિશેષ ધ્યાન દોરવામાં આવે છે. રાજકોટ કોર્પોરેશનની પણ કુલ 600 જેટલી મિલકતોનો વેરો બાકી છે. એકાઉન્ટિંગ પદ્ધતિના નિયમો મુજબ રાજકોટ મહાનગરપાલિકાની તમામ મિલકતોનો વેરો કાયદાકીય રીતે જનરેટ કરવો ફરજિયાત હોય છે. આ તમામ મિલકતોનો વેરો વર્ષના આખર પહેલા શૂન્ય કરી દેવામાં આવે છે તેમજ તેની વસૂલાત રેકોર્ડ તેમજ સિસ્ટમમાં પૂર્ણ કરવામાં આવે છે. બાકી મનપાની કોઈ મિલકતનો વેરો વસુલવાનો હોતો નથી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વેલી બેલી જીમના સભ્યોએ પ્રિ-નવરાત્રિની ઉજવણી કરી, જિમના સાધનોનો ઉપયોગ કરી ગરબે ઘૂમ્યા, તંદુરસ્તી અને ભક્તિનો સંદેશ આપ્યો
    Next Article
    એ વન ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ એથ્લેટિક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું:નંદિની રાજપૂત અને અનુષ્કા દિવાકરે તાલુકા કક્ષાએ શાળાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment