Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા તાલુકા પંચાયતની પ્રથમ બેઠક મળી:નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

    1 सप्ताह पहले

    ચોટીલા તાલુકા પંચાયતની પ્રથમ બેઠક આજે, 23 મે, 2026ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં નિયમો અનુસાર ફક્ત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 અને "ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના (પ્રમુખ અને ઉપપ્રમુખ) ચૂંટણી નિયમો, 1994" મુજબ હાથ ધરવામાં આવી હતી. નિયમ-9 હેઠળ પ્રમુખની અને નિયમ-10 હેઠળ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. પ્રમુખ પદ માટે સંઘાણી નાથાભાઈ સોમાભાઈ અને ઉપપ્રમુખ પદ માટે રાજપરા જયસુખભાઈ પૂનાભાઈ એકમાત્ર ઉમેદવાર તરીકે નામનિર્દિષ્ટ થયા હતા. ચૂંટણી નિયમો અનુસાર, તેમને અનુક્રમે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને નિયમોનુસાર સંપન્ન થઈ હતી. આ દરમિયાન તમામ કાયદાકીય અને વહીવટી જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સરખેજ ભારતી આશ્રમના સંતે યુવક પાસે અશ્લીલ હરકત કરાવી:યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી
    Next Article
    ડીઝલની અછતથી ગુજરાતનો ખેડૂત બેહાલ:ભાવનગરમાં પેટ્રોલએ 100 ને પાર પહોંચ્યા, 'ટ્રેક્ટર-જમીન વેચી દેવા' જેવા મેણાં સાંભળવા ખેડૂત મજબૂર, સીઝન ટાણે જ ખેતીકામ ખોરંભાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment