Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 મિનિટ માટે રહી ગયા, બાકી અમેય દટાઈ જાત:વિદ્યાર્થીએ કહ્યું- બિલ્ડિંગમાં તિરાડ પડવાના અવાજો આવતાં'તા; દિલ્હી દુર્ઘટનામાં જન્માષ્ટમીની રજાને લીધે અનેક જીવ બચ્યા

    15 hours ago

    ભગવાનનો આભાર કે અમે બચી ગયા....આ દિલ્હીના સત્ય નિકેતન હોસ્ટેલમાંથી થોડા સમય પહેલા નીકળેલા વિદ્યાર્થીઓનું કહેવું છે. તેમના મતે, ઇમારત પડવાના થોડા સમય પહેલા દિવાલોમાંથી તિરાડ પડવાનો એટલે કે ક્રેકના અવાજો પણ આવી રહ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ દુર્ઘટનાના માત્ર 10-20 મિનિટ પહેલા જ બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યા હતા. પાછા ફર્યા ત્યારે બધું વેરવિખેર થઈ ગયું હતું. બિલ્ડિંગના બેઝમેન્ટમાં લગભગ એક અઠવાડિયાથી કામ ચાલી રહ્યું હતું. આ દુર્ઘટના દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે સત્ય નિકેતનમાં રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે થઈ હતી. પડી ગયેલી ઇમારત લગભગ 40 વર્ષ જૂની હતી. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પહેલા હોસ્ટેલની તસવીર જુઓ હોસ્ટેલ પડતા પહેલાં શું થયું હતું, તે બિલ્ડિંગમાં કેટલા લોકો રહેતા હતા, જાણીશું ત્યાં રહેતા વિદ્યાર્થીઓ પાસેથી… ‘જો ત્યાંથી ન નીકળ્યા હોત તો અમે પણ દટાઈ જાત’ હોસ્ટેલની નજીક રહેતા મોહમ્મદ યાસીને કહ્યું, " હું ફ્લેટમાં રહું છું. ગઈકાલે હું મારા મિત્ર વારિસ પાસે હોસ્ટેલ ડેઝમાં રોકાયો હતો. અમે લોકો આખી રાત વાતો કરતા રહ્યા. બપોરે 12 વાગ્યે ઉઠ્યા. મારા મિત્ર વારિસે કહ્યું કે બિલ્ડિંગ પડવાની છે, તેમાં તિરાડો પડી રહી છે. તૂટવાનો અવાજ આવી રહ્યો છે." યાસીને જણાવ્યું, "ત્યારે અમે ફ્રેશ થવા માટે બાથરૂમ ગયા. મોડી રાતથી પાણી નહોતું આવતું. મેં કહ્યું, મારા ફ્લેટ પર ચાલો, 20 મિનિટ પછી આવ્યા તો જોયું કે બિલ્ડિંગ પડી ગઈ હતી. અમારા કેટલાક મિત્રો પણ દટાઈ ગયા હતા. તેઓ એઈમ્સમાં દાખલ છે. નીરજ અને નીતિશ બંને કાટમાળમાં દટાઈને ઘાયલ થયા હતા. જો અમે ત્યાંથી ન નીકળ્યા હોત તો અમે પણ દટાઈ જાત. નાની જગ્યા હતી, ભાડું પણ બહુ વધારે લે છે. 14-15 હજાર છે." વારિસે કહ્યું- એક કલાકથી દીવાલો તૂટવાના અવાજો આવી રહ્યા હતા વારિસે જણાવ્યું, 'હું અહીં એક મહિના પહેલા આવ્યો હતો. આ હોસ્ટેલમાં 13 થી 14 લોકો રહેતા હતા. 5 માળની ઇમારતના દરેક ફ્લોર પર 2 રૂમ હતા. દરેક રૂમમાં 2 થી 3 લોકો રહેતા હતા. જ્યારે હું નીકળ્યો હતો, તે સમયે 6 કે 7 લોકો દેખાયા. ત્યાં એક અઠવાડિયાથી કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું." તેમણે જણાવ્યું, “મેં એક કલાક પહેલાં યાસીનને મજાકમાં કહ્યું હતું કે બિલ્ડિંગ પડવાની છે. તેણે ગંભીરતાથી લીધું નહીં. દીવાલોમાંથી તિરાડ પડવાના અવાજો આવી રહ્યા હતા. જો અમે ફ્રેશ થવા માટે બહાર ન નીકળ્યા હોત, તો કદાચ અમે બચી શક્યા ન હોત. બિલ્ડિંગ પડવાની વાત સાંભળીને મને આઘાત લાગ્યો. મારા મિત્રો મને હેમખેમ જોઈને ખુશ છે.” હબીબે કહ્યું- હોસ્ટેલમાં 4 માળ, 8 રૂમ હતા હબીબ ખાને જણાવ્યું, "જન્માષ્ટમીની રજાને કારણે કોલેજ 3 દિવસથી બંધ હતી. તેથી હું શાહીન બાગ ગયો હતો. મારે આજે સાંજે પાછા ફરવાનું હતું. સોમવારથી કોલેજ હતી. ઉપરવાળાનો આભાર કે તે સમયે હું હોસ્ટેલમાં નહોતો." તેણે જણાવ્યું, "બોયઝ હોસ્ટેલમાં 4 માળ હતા. 8 રૂમ હતા. નીચે એક દુકાન હતી, પણ તે બંધ રહેતી હતી. દરેક માળ પર 2 રૂમ હતા, એક રૂમમાં 2 લોકો રહેતા હતા. કેટલાક બેડ ખાલી હતા. જોકે લગભગ 14 લોકો હતા. નીચે કામ ચાલી રહ્યું હતું, તેથી કેટલાક મજૂરો દટાયા છે. આસપાસના લોકો પણ કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. મારો એક મિત્ર 10 મિનિટ પહેલા જ પીજીમાંથી બહાર નીકળ્યો હતો. તેના ત્યાંથી ગયા પછી બિલ્ડિંગ પડી ગઈ." માલિકને ફક્ત ભાડાથી મતલબ, જોવા પણ નથી આવતા સત્ય નિકેતનની સાંકડી ગલીઓમાં મોટી સંખ્યામાં હોસ્ટેલ, પીજી અને ખાણી-પીણીની દુકાનો છે. સાંકડી ગલીઓના કારણે બચાવ સાધનો પહોંચવામાં મોડું થયું. કાટમાળ નીચે દટાયેલા ઘણા વિદ્યાર્થીઓ ફોન કરીને અન્ય પાસેથી મદદ અને જીવ બચાવવા વિનંતી કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઇમારત પડતા જ જોરદાર ધ્રુજારી અનુભવાઈ. લોકો ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે 'હોસ્ટેલ ડેઝ' પીજીની જગ્યાએ કાટમાળનો ઢગલો હતો. સ્થાનિક લોકો હાથો અને ઉપલબ્ધ સાધનો વડે કાટમાળ હટાવવામાં લાગી ગયા. ઘટનાસ્થળે હાજર લોકોના મતે, રવિવાર હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ પીજીમાં જ હતા. લગભગ 20 વર્ષથી આ વિસ્તારમાં રહેતી પ્રિયંકાએ જણાવ્યું કે અહીં ઘણા જૂના મકાનોને 5-6 માળના બનાવીને છોકરાઓના પીજીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. માલિકો ક્યાંક બીજે રહે છે. ભાડું ઓનલાઈન લે છે અને ઇમારતોની દેખરેખ રાખતા નથી. જે ઇમારત પડી છે, તેમાં પણ લાંબા સમયથી જાળવણી કરવામાં આવી ન હતી. ધારાસભ્ય બોલ્યા- અંદર ફસાયેલા લોકોના કોલ આવી રહ્યા છે અહીંના સ્થાનિક લોકોએ અહીં જૂની ઇમારતોના સ્ટ્રક્ચરલ ઓડિટની માગ કરી છે. તેમનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં બેઝમેન્ટ સહિત પાંચ માળની ઇમારતોના નિર્માણની મંજૂરી અને તેમની સુરક્ષાની તપાસ થવી જોઈએ. ભાજપના ધારાસભ્ય અનિલ શર્માએ કહ્યું કે અંદર ફસાયેલા લોકોના ફોન આવી રહ્યા છે અને બચાવ દળ સતત તેમના સંપર્કમાં છે. પોલીસે લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવાની અપીલ કરી છે, જેથી એમ્બ્યુલન્સ અને રાહત દળોની અવરજવર અવરોધાય નહીં. DUથી માત્ર 1km દૂર સત્ય નિકેતન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે સત્ય નિકેતન દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે આવેલો મુખ્ય વિદ્યાર્થી વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ PG અને હોસ્ટેલમાં રહે છે. આ વિસ્તારમાં ઘણા વિદ્યાર્થી આવાસ છે અને આસપાસ વેંકટેશ્વર કોલેજ, આર્યભટ્ટ કોલેજ, મોતીલાલ નેહરુ કોલેજ અને મૈત્રેયી કોલેજ જેવી સંસ્થાઓ છે. આ જ કારણે અહીં દિવસભર વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. જોકે, સત્ય નિકેતનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ રહે છે તેનો કોઈ સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી. -------------- આ સમાચાર પણ વાંચો દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી, 6ના મોત:દાવો- 50 વર્ષ જૂની હતી બિલ્ડિંગ; વરસાદને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ. તેમાં 6 લોકોના મોત થયા. જ્યારે, 5 ગંભીર રીતે ઘાયલ છે. જે ઇમારત પડી તે 40-50 વર્ષ જૂની હતી. મૃતકોમાં એક વિદ્યાર્થી અને એક મજૂર છે, જ્યારે 2ની ઓળખ હજુ થઈ નથી. અહીં ક્લિક કરીને વાંચો પૂરા સમાચાર
    Click here to Read More
    Previous Article
    આજે શ્રાવણના છેલ્લા સોમવારે અજા એકાદશીનો સંયોગ:વિષ્ણુજીની સાથે ભોળાનાથ અને ચંદ્રદેવની આરાધનાથી દૂર થશે કુંડળીના દોષ, જાણો સંપૂર્ણ પૂજા-વિધિ
    Next Article
    શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર:હજારો ભાવિકોએ ભવ્ય પાલખીયાત્રાના દર્શન કર્યા, ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર ગુંજ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment