Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 3 સોસાયટીના રોડ કામ અટવાયા:સ્થાનિકોએ થાળી-વેલણ વગાડી રવાપર ચોકડી ચક્કાજામ કર્યો

    2 days ago

    મોરબીના રવાપર ગામે ત્રણ સોસાયટીના રોડના કામ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. મહિલાઓ સહિતના લોકોએ થાળી-વેલણ વગાડી રવાપર ચોકડી ખાતે ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન મહાનગરપાલિકા તંત્ર સામે કરવામાં આવ્યું હતું. અગાઉ રવાપર ગ્રામ પંચાયત હતી ત્યારે નીતિન પાર્ક, વૈભવ નગર અને ચિત્રકૂટ સોસાયટીના રોડ-રસ્તાના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, રવાપરનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ આ કામો અટકી પડ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયતમાં થયેલા ઠરાવો મહાપાલિકાના કમિશનરને અગાઉ સુપરત કરવામાં આવ્યા હતા. ત્યારે કમિશનર દ્વારા ત્રણેય સોસાયટીના રોડના કામ વહેલી તકે કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી. મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ રોડના કામો થયા નથી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ પ્રથમ રવાપર-ઘુંડા રોડ પર ગોલ્ડન માર્કેટ પાસે ચક્કાજામ કર્યો હતો અને બાદમાં રવાપર ચોકડીએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી મહાપાલિકાના મેયર અને કમિશનર સ્થળ પર આવીને નીતિન પાર્ક, વૈભવનગર અને ચિત્રકૂટ સોસાયટીમાં રોડના કામ વહેલી તકે કરવાની ખાતરી નહીં આપે, ત્યાં સુધી ચક્કાજામ યથાવત રહેશે.
    Click here to Read More
    Previous Article
    શેલા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો જોવા મળ્યો:અમદાવાદમાં ગઇકાલે રાત્રે 2 વાગ્યે દીપડો જોયો હોવાનો કેફે માલિકનો દાવો, સ્થાનિકોમાં ફફડાટ
    Next Article
    6.23 ગ્રામ ડ્રગ્સ સહિત રૂ.1.42 લાખનો મુદ્દામાલ જપ્ત‎:પડાણામાં સવા લાખના હેરોઈન સાથે 4 પંજાબી શખસો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment