Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ:ભાડાની તકરારો હવે કોર્ટમાં નહીં, એડમિનિસ્ટ્રેશન પાસે જતા વકીલોનો વિરોધ

    7 hours ago

    ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભામાં પસાર કરવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક 2026 સામે વકીલ મંડળોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. તેઓએ આ ભાડા વિધેયક પરત લેવા સરકારને રજૂઆત કરી છે. તેમજ આગામી 3 ઓક્ટોબર સુધી કામકાજથી અળગા રહેવા નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતમાં વકીલોની ત્રણ દિવસની હડતાલ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પંકજકુમાર રાઠોડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ભાડા કરાર અને તેના વિવાદોને લગતા પ્રશ્નો કોર્ટમાં આવતા હતા. તેની જગ્યાએ હવે તે એડમિનિસ્ટ્રેશનમાં જશે. જેનો ઉકેલ નાયબ મામલતદાર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાના અધિકારીઓ લાવશે. તેઓને આ સંબંધિત કાયદાઓની ખબર હોય નહીં, તેઓ કોઈ પણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કરીને આવ્યા હોય છે. તેથી આ બાબતે ભાડા વિધેયકનો બાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં વકીલો ત્રણ દિવસની હડતાલ ઉપર છે. આ સંબંધે સરકારને રજૂઆત કરી દેવામાં આવી છે. મળતિયા બિલ્ડરોને લાભ આપવા કાયદો લાવ્યા એડવોકેટ કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, આ વિધેયક લાવતા પહેલા વકીલો કે એસોસિએશનનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો. કોઈના વાંધા મંગાવવામાં આવ્યા નહોતા. આ વિધેયક ન્યાયતંત્રની સત્તા ઉપર તરાપ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેની સત્તાઓ વહીવટી તંત્રને આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતિયા બિલ્ડરોને લાભ આપવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે, આ એક કાળો કાયદો છે. જો કાયદો પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મકાનમાલિક અને ભાડૂઆત બંને માટે ન્યાય મળવો મુશ્કેલ સંયુક્ત સભામાં વકીલ મંડળોએ આક્ષેપ કર્યો હતો કે આ કાયદાને કારણે ન્યાયતંત્ર દ્વારા મળતા કાનૂની અધિકારોનો અંત આવશે અને વહીવટી તંત્ર તથા સરકારી અધિકારીઓનું રાજ સ્થપાશે. હાલમાં સરકારી અધિકારીઓ પાસે જે કામગીરી છે તેને જોતાં તેઓ ન્યાયિક કામગીરી બજાવી શકે તેવી કોઈ શક્યતા નથી. પરિણામે મકાનમાલિક અને ભાડૂઆત બંને માટે ન્યાય મળવો મુશ્કેલ બનશે અને કાયદાકીય ગૂંચવાડા ઊભા થશે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો:એરફોર્સ કર્મચારી પાસેથી દારૂ મેળવ્યાનો ખુલાસો, ₹5.01 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    અમરેલીના સેવાસેતુ કાર્યક્રમમાં 400થી વધુ લોકોને લાભ:13 વિભાગોની 55 સેવાઓનો સ્થળ પર જ નિકાલ, વૃદ્ધોને હુકમો અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment