Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના સેવાસેતુ કાર્યક્રમમાં 400થી વધુ લોકોને લાભ:13 વિભાગોની 55 સેવાઓનો સ્થળ પર જ નિકાલ, વૃદ્ધોને હુકમો અપાયા

    7 hours ago

    અમરેલી નગરપાલિકા દ્વારા જેશીંગપરાની પટેલ વાડીમાં સેવાસેતુ કાર્યક્રમનો 12મો તબક્કો યોજાયો હતો. નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 400થી વધુ શહેરીજનોએ સરકારી યોજનાઓનો લાભ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારના 13 વિભાગોની 55 સેવાઓની અરજીઓનો સ્થળ પર જ સરળતાથી નિકાલ કરવાનો હતો. ગંગા સ્વરૂપા અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળના 18 લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે મંજૂરીના હુકમો આપવામાં આવ્યા. આ ઉપરાંત, આવકના દાખલા, રેશનકાર્ડ, જન્મ-મરણના પ્રમાણપત્રો અને આધારકાર્ડ જેવી વહીવટી સેવાઓનો પણ નાગરિકોએ લાભ લીધો. તેમને અન્ય કલ્યાણકારી યોજનાઓ વિશે પણ જાણકારી મળી. આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય, હોદ્દેદારો વિજય ચોટલીયા, ધર્મેશ અજાણી, ગિરીશ ત્રાપસીયા, પુનમબેન સાવલીયા, ભાવનાબેન દેસાઈ તેમજ પ્રાંત અધિકારી જાડેજા, મામલતદાર દવે, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ:ભાડાની તકરારો હવે કોર્ટમાં નહીં, એડમિનિસ્ટ્રેશન પાસે જતા વકીલોનો વિરોધ
    Next Article
    સહાદાના વિદ્યાર્થીઓએ અમરેલીમાં નેચરલ ફાર્મિંગ કોલેજની મુલાકાત લીધી:પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને બજારની માંગ વિશે માર્ગદર્શન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment