Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહાદાના વિદ્યાર્થીઓએ અમરેલીમાં નેચરલ ફાર્મિંગ કોલેજની મુલાકાત લીધી:પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને બજારની માંગ વિશે માર્ગદર્શન મેળવ્યું

    7 hours ago

    કોલેજ ઓફ એગ્રીકલ્ચર સહાદા, નંદુરબારના 8મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ અમરેલીમાં આવેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, GNFSUની શૈક્ષણિક મુલાકાત લીધી. આ પ્રવાસનો હેતુ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવાનો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના રસાયણમુક્ત ખેતીના સંકલ્પ હેઠળ આ કોલેજનું મોડેલ ફાર્મ દેશભરના કૃષિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાકેન્દ્ર છે. કુલપતિ ડો. સી. કે. ટીંબાડિયા અને આચાર્ય ડો. સ્વપ્નિલ દેશમુખના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિઓ ચાલે છે. મુલાકાત દરમિયાન, કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને બજારમાં તેની વધતી માંગ વિશે સમજાવ્યું. વૈજ્ઞાનિકો ભૌમિક મકવાણા અને ડો. અભિષેક રાવલે બાયો ઈનપુટ બનાવટ અને પંચસ્તરીય મોડેલ ફાર્મ વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓએ દેશી ડાંગર (આંબા મોર), શાકભાજી, ઔષધીય પાક, દેશી બાજરી અને અન્ય મિશ્રપાકના મોડેલ ફાર્મની મુલાકાત લીધી. તેમના પ્રશ્નોના વૈજ્ઞાનિકોએ સ્થળ પર જ જવાબો આપ્યા, જેથી પ્રવાસ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના સેવાસેતુ કાર્યક્રમમાં 400થી વધુ લોકોને લાભ:13 વિભાગોની 55 સેવાઓનો સ્થળ પર જ નિકાલ, વૃદ્ધોને હુકમો અપાયા
    Next Article
    કુંકાવાવ ઘટકમાં રાષ્ટ્રીય પોષણ માસ અને આંગણ ઉત્સવની ઉજવણી:‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ જાગૃતિ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment