Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કોલેજોના વિઝિટિંગ લેક્ચરર્સના મહેનતાણામાં વધારો:સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે કલાકદીઠ ₹500 અને અનુસ્નાતક માટે ₹600 મહેનતાણું નક્કી

    20 hours ago

    રાજ્યની સરકારી કોલેજોમાં મુલાકાતી વ્યાખ્યાતાઓ (વિઝિટિંગ ફેકલ્ટી) તરીકે ફરજ બજાવતા અધ્યાપકો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગના ઠરાવથી મુલાકાતી વ્યાખ્યાતાઓના મહેનતાણાના દરમાં વધારો કરવામાં આવ્યો છે. કલાકદીઠ ₹500 અને ₹600 મહેનતાણું અગાઉના ઠરાવ મુજબ સ્નાતક અભ્યાસક્રમ માટે કલાકદીઠ ₹250 અને અનુસ્નાતક અભ્યાસક્રમ માટે કલાકદીઠ ₹300 મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. હવે તેમાં વધારો કરીને સ્નાતક અભ્યાસક્રમ માટે કલાકદીઠ ₹500 અને અનુસ્નાતક અભ્યાસક્રમ માટે કલાકદીઠ ₹600 કરવામાં આવ્યું છે. કોલેજના વ્યાખ્યાતાને મહિને ₹45 હજારનું મહેનતાણું આ ઉપરાંત સરકારી કોલેજોમાં મુલાકાતી વ્યાખ્યાતાઓને ચૂકવવામાં આવતા મહેનતાણાની માસિક મહત્તમ મર્યાદા ₹15,000માંથી વધારીને ₹45,000 કરવામાં આવી છે. એટલે કે હવે મુલાકાતી વ્યાખ્યાતા મહિને મહત્તમ ₹45 હજાર સુધીનું મહેનતાણું મેળવી શકશે. શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર આ સુધારેલા મહેનતાણાના દર ઠરાવની તારીખથી લાગુ પડશે. સરકારના આ નિર્ણયથી રાજ્યની સરકારી કોલેજોમાં મુલાકાતી વ્યાખ્યાતાઓ તરીકે સેવા આપતા અધ્યાપકોને સીધો આર્થિક લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં જિલ્લા પોલીસે નારી વંદના સપ્તાહ ઉજવ્યું:વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને અધિકારોનું માર્ગદર્શન અપાયું
    Next Article
    દલિત અધિકાર સંઘના પ્રમુખે પાટણની મુલાકાત લીધી:વીર મેઘમાયા મંદિર, રાણકી વાવ સહિતના સ્થળોની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment