Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દલિત અધિકાર સંઘના પ્રમુખે પાટણની મુલાકાત લીધી:વીર મેઘમાયા મંદિર, રાણકી વાવ સહિતના સ્થળોની મુલાકાત લીધી

    21 hours ago

    દલિત અધિકાર સંઘ ગુજરાતના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પરિવાર સાથે પાટણની મુલાકાત લીધી હતી. તેમણે અમર બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાના મંદિરે દર્શન કર્યા હતા. વીર મેઘમાયા મંદિર ખાતે વાઘેલા પરિવારના આગમન પ્રસંગે પાટણ શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ સોની, પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ નરેશભાઈ પરમાર, કોર્પોરેટર મીનાબેન સોલંકી અને સાધનાબેન પરમાર સહિતના અનેક સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ શાલ ઓઢાડી, ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી વાઘેલા પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી જીતેશભાઈ વાઘેલાએ પોતાના પાટણ પ્રવાસની શરૂઆત શહેરના લીલી વાડી વિસ્તારમાં આવેલી સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની પ્રતિમાને ફુલહાર પહેરાવીને કરી હતી. વીર મેઘમાયા મંદિરના દર્શન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના જાણીતા દલિત નેતા ડૉ. કિરીટભાઈ સોલંકીના પ્રયત્નો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે આ આસ્થા કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે, જે દલિત સમાજના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરે છે. વીર મેઘમાયા મંદિર ખાતે પૂજન-અર્ચન કર્યા બાદ શ્રી જીતેશભાઈ વાઘેલાએ પરિવાર સાથે પાટણના નગરદેવી શ્રી મહાકાળી મંદિરના દર્શન કર્યા હતા. આ ઉપરાંત, તેમણે પાટણના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક વારસા સમાન રાણકી વાવ, સહસ્ત્રલિંગ સરોવર અને જગવિખ્યાત 'પાટણના પટોળા'ના કારીગરી વણાટકામને નિહાળીને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    સરકારી કોલેજોના વિઝિટિંગ લેક્ચરર્સના મહેનતાણામાં વધારો:સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે કલાકદીઠ ₹500 અને અનુસ્નાતક માટે ₹600 મહેનતાણું નક્કી
    Next Article
    વલસાડમાં પૂરગ્રસ્ત આંબાવાડીઓ માટે અનોખી પહેલ:નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા 120થી વધુ ખેડૂતોને વૈજ્ઞાનિક તાલીમ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment