Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં જિલ્લા પોલીસે નારી વંદના સપ્તાહ ઉજવ્યું:વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને અધિકારોનું માર્ગદર્શન અપાયું

    19 घंटे पहले

    બોટાદ જિલ્લા પોલીસે 'નારી વંદના સપ્તાહ-2026' અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શહેરના ખસ રોડ પર આવેલી મોર્ડન સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને સુરક્ષા, કાયદાકીય અધિકારો અને સમાનતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મહિલા આયોગના મન્સૂરી, ડીવાયએસપી સૈયદ, મોર્ડન સ્કૂલના પ્રિન્સિપાલ, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ધાંધલીયા અને ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સહિત અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા, તેમના કાયદાકીય અધિકારો, સમાન હક, શિક્ષણનું મહત્વ અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ ઉપરાંત, વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો, મહિલાઓના અધિકારોની સમજણ વિકસાવવાનો અને સમાજમાં મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    અઠવાલાઇન્સમાં 23 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો:મોજશોખ માટે ચોરીના રસ્તે ચડેલો રીઢો તસ્કર માલેગાંવથી ઝડપાયો, ગાંધીબાગની ઝાડીઓમાંથી મુદ્દામાલ મળ્યો
    Next Article
    સરકારી કોલેજોના વિઝિટિંગ લેક્ચરર્સના મહેનતાણામાં વધારો:સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે કલાકદીઠ ₹500 અને અનુસ્નાતક માટે ₹600 મહેનતાણું નક્કી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment