Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અઠવાલાઇન્સમાં 23 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો:મોજશોખ માટે ચોરીના રસ્તે ચડેલો રીઢો તસ્કર માલેગાંવથી ઝડપાયો, ગાંધીબાગની ઝાડીઓમાંથી મુદ્દામાલ મળ્યો

    18 hours ago

    સુરત શહેરના પોશ ગણાતા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ગોપીપુરા મોહલ્લામાં 1 ઓગસ્ટના રોજ વહેલી સવારે 1 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન તસ્કરએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કર પ્રથમ માળેથી ઘરમાં પ્રવેશ કરી કબાટ તોડીને અંદર મુકેલા અંદાજે ₹ 23 લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અઠવાલાઇન્સ પોલીસ મથકની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને 250થી વધુ CCTV કેમેરાના ફુટેજ ચકાસીને તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ચોક્કસ ઓળખ મેળવી હતી. મોજશોખ અને શોર્ટકટથી નાણાં કમાવવા ચોર બન્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ચોરી કરનાર આરોપીનું નામ અબ્દુલ રહેમાન શેખ (ઉંમર વર્ષ 24-25) છે. આરોપી મૂળ છૂટક મજૂરી કામ કરતો હતો. પરંતુ, મજૂરીથી મળતી મર્યાદિત આવકમાં તેના અંગત મોજશોખ અને ખર્ચાઓ પૂરા થતા ન હોવાથી તેણે ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓનો આસાન રસ્તો અપનાવ્યો હતો. શોર્ટકટથી ઝડપી અને મસમોટી રકમ કમાઈને વૈભવી જીવન જીવવાની ઘેલછાએ તેને રીઢો ગુનેગાર બનાવી દીધો હતો. વર્ષ 2019થી 2026 સુધીના સમયગાળામાં જ તેની સામે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ઘરફોડ ચોરી અને GP Act 135 હેઠળ કુલ 12 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં તે અગાઉ પણ જેલહવાલે થઈ ચૂક્યો છે. ભેસ્તાનથી માલેગાંવ સુધી પીછો કરી પોલીસે ઝડપી પાડ્યો ગોપીપુરામાં ચોરીની વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી અબ્દુલ રહેમાન પોતાની ઓળખ છુપાવવા માટે ભેસ્તાન તરફ ભાગી છૂટ્યો હતો. અઠવાલાઇન્સ પોલીસે હ્યુમન નેટવર્ક એક્ટિવ કરીને તેનો પીછો શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે ભાગી ગયો છે. જેથી પોલીસ ટીમે માલેગાંવમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. સુરત લાવ્યા બાદ તેની કડક પૂછપરછ કરાતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તે ચોરીનો મુદ્દામાલ પોતાની સાથે મહારાષ્ટ્ર લઈ ગયો ન હતો પરંતુ પકડાઈ જવાના ડરથી તેણે તમામ માલ ગાંધીબાગ નજીકની ઝાડીઓમાં છુપાવી રાખ્યો હતો. પોલીસે સ્થળ પર જઈ પંચનામું કરી 23 લાખનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 'તેરા તુઝકો અર્પણ' હેઠળ માલિકને મુદ્દામાલ પરત સોંપાશે: DCP સુરત ડીસીપી ડો. નિધિ ઠાકુરે આ સફળ કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપી અબ્દુલ રહેમાન શેખે એકલા હાથે જ આ ઘરફોડ ચોરી આચરી હતી. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડ મેળવવાની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. અગાઉના ગુનાઓમાં તેની સાથે કોઈ અન્ય સાગરીતો સંકળાયેલા હતા કે કેમ અને ચોરીનો મુદ્દામાલ ખરીદનારા વેપારીઓ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. પોલીસે ઉમેર્યું હતું કે કોર્ટમાંથી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરીને 'તેરા તુઝકો અર્પણ' અભિયાન અંતર્ગત ચોરી થયેલો તમામ મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ કચ્છ સાયબર સેલની મોટી સફળતા:₹75 લાખ અને 213 ગુમ મોબાઈલ માલિકોને પરત કર્યા
    Next Article
    બોટાદમાં જિલ્લા પોલીસે નારી વંદના સપ્તાહ ઉજવ્યું:વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને અધિકારોનું માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment