Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ કચ્છ સાયબર સેલની મોટી સફળતા:₹75 લાખ અને 213 ગુમ મોબાઈલ માલિકોને પરત કર્યા

    17 hours ago

    પશ્ચિમ કચ્છ સાયબર સેલ (એલ.સી.બી.), ભુજે "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. સાયબર ગુનાઓનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવા અને ગુમ થયેલી મિલકત પરત અપાવવાના હેતુથી ભુજ એલસીબી કચેરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. સાયબર સેલે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના અનેક કેસોમાં ઝડપી કાર્યવાહી કરી છે. બેંકો, સંબંધિત એજન્સીઓ અને ટેક્નિકલ માધ્યમોના સહયોગથી કુલ રૂ. 75,41,055 જેટલી રકમ અરજદારોના બેન્ક ખાતામાં પરત જમા કરાવવામાં આવી છે. સમયસર કરાયેલા પ્રયત્નોથી અનેક પરિવારોની મહેનતની કમાણી તેમને પાછી મળી છે, જે તેમના માટે મોટી રાહતરૂપ સાબિત થઈ છે. આ ઉપરાંત, "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવાની કામગીરીમાં પણ સાયબર સેલે સિદ્ધિ મેળવી છે. ટેક્નિકલ ટ્રેકિંગ, ડિજિટલ એનાલિસિસ અને સતત ફોલોઅપના આધારે કુલ 213 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. અંદાજે રૂ. 41,14,600 કિંમતના આ તમામ મોબાઈલ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પશ્ચિમ કચ્છ સાયબર સેલની આ કામગીરી માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જનતાની મહેનતની કમાણી અને કિંમતી મિલકત સુરક્ષિત રાખવા પ્રત્યે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અભિયાન દ્વારા લોકોમાં સાયબર જાગૃતિ વધારવાની સાથે એ વિશ્વાસ પણ મજબૂત બન્યો છે કે સમયસર ફરિયાદ નોંધાવવાથી ગુમ થયેલી સંપત્તિ અને છેતરપિંડીમાં ગુમાવેલી રકમ પરત મેળવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ભાજપમાંથી મોદી ખસી જાય તો?:2029ની ચૂંટણીમાં કેટલી બેઠકો મળે? સંઘ માટે પણ બ્રાન્ડ મોદીની એટલી જ જરૂર, હાઈકમાન્ડની ઊંઘ ઉડાડતું એનાલિસિસ
    Next Article
    અઠવાલાઇન્સમાં 23 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો:મોજશોખ માટે ચોરીના રસ્તે ચડેલો રીઢો તસ્કર માલેગાંવથી ઝડપાયો, ગાંધીબાગની ઝાડીઓમાંથી મુદ્દામાલ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment