Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ સાથે છૂટ્ટાછેડા થઈ ગયા છતાં દીકરીને મળવા જૂનાગઢથી નીકળી:માત્ર ₹500 લઈને નીકળેલી માતા વડોદરામાં અટવાઈ, ‘181 અભયમ’ ટીમે કર્યું રેસ્ક્યૂ

    9 hours ago

    પોતાની 4 વર્ષની વ્હાલસોયી દીકરીને મળવાની તાલાવેલીમાં જૂનાગઢથી માત્ર 500 રૂપિયા ખિસ્સામાં લઈને પાવીજેતપુર જવા નીકળેલી એક મહિલા વડોદરામાં આવીને લાચાર બની ગઈ હતી. અધવચ્ચે જ પૈસા ખૂટી જતાં વડોદરાના સમા વિસ્તારમાં એક દુકાન બહાર છેલ્લા 4 કલાકથી અટવાયેલી આ મહિલા પર એક જાગૃત નાગરિકની નજર પડી હતી. નાગરિકે તાત્કાલિક '181 અભયમ' મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં અભયમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મહિલાનું સચોટ કાઉન્સેલિંગ કરી તેને પરિવાર સાથે સુરક્ષિત રીતે રવાના કરી હતી. પતિના ત્રાસ અને છૂટાછેડા બાદ માતા-પિતા સાથે રહેતી હતી મહિલા અભયમની ટીમે સ્થળ પર પહોંચીને જ્યારે મહિલા સાથે આત્મીયતાપૂર્વક વાતચીત અને કાઉન્સેલિંગ શરૂ કર્યું ત્યારે તેની દર્દનાક કહાની સામે આવી હતી. પાવીજેતપુર વિસ્તારની રહેવાસી આ મહિલાના લગ્ન પાંચ વર્ષ અગાઉ થયા હતા અને તેને ચાર વર્ષની એક પુત્રી છે. જોકે, તેનો પતિ નશાની હાલતમાં અવારનવાર તેની સાથે મારપીટ કરતો હતો. ચાર મહિના પહેલાં પતિએ અસહ્ય મારઝૂડ કરીને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જૂનાગઢમાં ખેતમજૂરી કરતા તેના માતા-પિતા તેને પોતાની સાથે લઈ ગયા હતા. બાદમાં પતિએ રાખવાની ચોખ્ખી ના પાડી દેતાં બંને વચ્ચે સત્તાવાર છૂટાછેડા થઈ ગયા હતા અને પુત્રી પિતા પાસે જ રહેતી હતી. ભાડાના પૈસા ખૂટી ગયા ને પિતાનો નંબર પણ યાદ નહોતો છૂટાછેડા બાદ જૂનાગઢમાં રહેતી માતાને પોતાની દીકરીની તીવ્ર યાદ આવતાં, તે માતા-પિતાની મરજી વિરુદ્ધ જીદ કરીને માત્ર 500 રૂપિયા સાથે પાવીજેતપુર જવા નીકળી પડી હતી પરંતુ, વડોદરા પહોંચતા જ તેના પૈસા ખલાસ થઈ ગયા હતા અને આગળ મુસાફરી કરવી અશક્ય બની ગઈ હતી. ગભરાયેલી મહિલા કલાકો સુધી સમા વિસ્તારની એક દુકાન બહાર શૂન્યમનસ્ક થઈને બેસી રહી. મુશ્કેલી એ હતી કે ઉતાવળમાં ઘર છોડનારી આ મહિલાને તેના પિતાનો મોબાઈલ નંબર પણ યાદ નહોતો, જેથી તે કોઈનો સંપર્ક કરી શકે તેમ નહોતી. અભયમ ટીમે કાકાને શોધીને દીકરીને સુરક્ષિત સોંપી અભયમની ટીમે ટેક્નોલોજી અને કાઉન્સેલિંગ સ્કીલની મદદથી આખરે મહિલાના પિતાનો સંપર્ક સાધ્યો હતો. પિતાએ જણાવ્યું હતું કે તેમનો ભાઈ (મહિલાના કાકા) વડોદરામાં જ મજૂરી કામ કરે છે. આથી અભયમની ટીમે તાત્કાલિક મહિલાના કાકાનો સંપર્ક કરી તેમને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા અને સ્થળ પર બોલાવ્યા હતા. કાકાના આવતા જ મહિલાને તેમની સુરક્ષિત જવાબદારીમાં સોંપવામાં આવી હતી. એકલા ન નીકળવા અપાઈ સમજણ આ કિસ્સામાં માત્ર પરિવારનું મિલન કરાવીને જ અભયમની ટીમ અટકી નહોતી, પરંતુ મહિલાને ભવિષ્ય માટે કાનૂની માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ટીમે મહિલાને પ્રેમપૂર્વક સમજાવી હતી કે, કાયદાકીય રીતે છૂટાછેડા થઈ ચૂક્યા હોવાથી દીકરીનો કબજો મેળવવા માટે આવેશમાં આવવાને બદલે કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવી જરૂરી છે. આ સાથે જ, આવી રીતે વગર વિચારે ઘરેથી એકલા નીકળીને પોતાનો જીવ જોખમમાં ન મૂકવા અંગે પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અંતે, કાકા સાથે આ મહિલાને સુરક્ષિત રીતે જૂનાગઢ પોતાના માતા-પિતા પાસે જવા રવાના કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ખાડીમાં ડૂબેલા યુવકનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો:ખાડી પાર કરતી વખતે પગ લપસતા પાણીના તીવ્ર પ્રવાહમાં તણાયા હતા
    Next Article
    સાંસદ રાજપાલસિંહ જાદવે શિશુ ગૃહના બાળકો વચ્ચે ઉજવ્યો જન્મદિવસ:ભપકા વગર સેવાભાવથી સાદગીભર્યા અંદાજમાં ઉજવણી, નિરાધાર બાળકો સાથે વિતાવ્યો ખાસ દિવસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment