Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ રાજપાલસિંહ જાદવે શિશુ ગૃહના બાળકો વચ્ચે ઉજવ્યો જન્મદિવસ:ભપકા વગર સેવાભાવથી સાદગીભર્યા અંદાજમાં ઉજવણી, નિરાધાર બાળકો સાથે વિતાવ્યો ખાસ દિવસ

    9 hours ago

    પંચમહાલ લોકસભા વિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવે પોતાનો જન્મદિવસ કોઈ ભપકા કે આડંબર વગર સેવાભાવ સાથે અનોખી રીતે ઉજવી સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો. તેઓ ગોધરા સ્થિત શિશુ ગૃહ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આશ્રય લઈ રહેલા નિરાધાર તથા માસૂમ બાળકો વચ્ચે પોતાનો ખાસ દિવસ વિતાવ્યો હતો. તેમની આ પહેલને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી. બાળકો સાથે કેક કાપી, મીઠાઈ અને રમકડાંનું કર્યું વિતરણ શિશુ ગૃહની મુલાકાત દરમિયાન સાંસદે બાળકો સાથે હળીમળી વાતચીત કરી, તેમને વ્હાલ આપ્યો અને તેમની ખુશીમાં ભાગીદાર બન્યા હતા. તેમણે બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી તેમજ મીઠાઈ અને રમકડાંનું વિતરણ કરીને બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદને પોતાની વચ્ચે જોઈ બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકો ભગવાનનું રૂપ છે: રાજપાલસિંહ જાદવ આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે, "બાળકો ભગવાનનું રૂપ હોય છે અને આવા વંચિત કે નિરાધાર બાળકો સાથે સમય વિતાવીને જે આત્મિક શાંતિ અને આનંદ મળે છે, તે અન્ય કોઈ ઉજવણીમાં મળતો નથી." તેમણે સમાજને પણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી. સાદગીપૂર્ણ જન્મદિવસની ઉજવણીની પ્રશંસા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાંસદને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના વ્યક્ત કરી હતી. સાંસદ રાજપાલસિંહ જાદવની આ સેવાભાવી અને સંવેદનશીલ પહેલને સમગ્ર પંચમહાલ જિલ્લામાં વ્યાપક આવકાર મળ્યો છે અને લોકો તેમના આ સાદગીપૂર્ણ જન્મદિવસની ઉજવણીની પ્રશંસા કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પતિ સાથે છૂટ્ટાછેડા થઈ ગયા છતાં દીકરીને મળવા જૂનાગઢથી નીકળી:માત્ર ₹500 લઈને નીકળેલી માતા વડોદરામાં અટવાઈ, ‘181 અભયમ’ ટીમે કર્યું રેસ્ક્યૂ
    Next Article
    રાજ સમઢીયાળા ગામે ઝારખંડની મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત:હસનવાડીમાં યુવાન પર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત રવી ઉર્ફે ભગત પાસામાં ધકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment