Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ખાડીમાં ડૂબેલા યુવકનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો:ખાડી પાર કરતી વખતે પગ લપસતા પાણીના તીવ્ર પ્રવાહમાં તણાયા હતા

    7 hours ago

    નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે એક યુવકનું મોત થયું છે. સદલાવ ગામ પાસે ખાડીના પ્રવાહમાં ડૂબી જવાથી ગુમ થયેલા પરેશ રાઠોડનો મૃતદેહ બે દિવસની શોધખોળ બાદ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ, નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13, તીઘરા વિસ્તારના વચલા ફળિયામાં રહેતા પરેશ રાઠોડ પોતાની બહેનને મળવા સદલાવ ગામે ગયા હતા. પૂરના પાણી ફરી વળ્યા હોવાથી, સદલાવ ગામ પાસેની ખાડી પાર કરતી વખતે તેમનો પગ લપસ્યો હતો અને તેઓ પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. પરેશભાઈ ખાડીમાં પડ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમો દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. ઘટનાના બે દિવસ બાદ પરેશ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    IND vs ENG 4th T20 Match: England के खिलाफ 4th T20 में होगी Sanju Samson की वापसी? Gautam Gambhir
    Next Article
    પતિ સાથે છૂટ્ટાછેડા થઈ ગયા છતાં દીકરીને મળવા જૂનાગઢથી નીકળી:માત્ર ₹500 લઈને નીકળેલી માતા વડોદરામાં અટવાઈ, ‘181 અભયમ’ ટીમે કર્યું રેસ્ક્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment