Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ભાજપના ખેસવાળી કારમાંથી ₹50 લાખની ઉઠાંતરી:ADC બેંક સામે એક બાઈક ચાલકે ધ્યાન ભટકાવ્યું ને બીજા બે ગઠિયા બેગ લઈ છૂમંતર, આંગડિયા પેઢીમાંથી નીકળ્યા હતા

    3 days ago

    અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે ગાડીમાંથી નજર ચૂકવી અને રૂપિયા 50 લાખની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. બાઈક સવાર હેલમેટ પહેલા બે શખસ રૂપિયાની બેગ લઈ છૂમંતર થઈ ગયા હતા. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો. જે કારમાંથી ₹50 લાખ રુપિયાની ઉઠાંતરી કરવામાં આવી તેમાંથી ભાજપનો ખેસ અને ખોડલધામ અમદાવાદ લખેલો ખેસ મળી આવ્યો હતો. ફરિયાદી છે એમણે બાપુનગરમાં આંગડિયા પેઢીમાંથી ₹50 લાખ લીધેલા હતા અને આ રુપિયા લઈને એ લોકો કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, એ દરમિયાન રસ્તામાં બનાવ બન્યો હતો. એક બાઈક ચાલકે ધ્યાન ભટકાવ્યું, બીજા બે શખસ 50 લાખ લઈ છૂમંતર એક બાઈક ચાલકે ગાડીની પાછળ અથડાવી એટલે કારચાલક ગાડી નીચે ઉતર્યો હતો. અને તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે નજર ચૂકવી બીજા બાઈક ઉપર આવેલા બે અજાણ્યા હેલમેટ પહેરેલા વ્યક્તિઓએ ગાડીનો કાચ તોડી અને ગાડીમાં પડેલા રૂપિયા 50 લાખ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આંગડિયા પેઢીમાંથી 50 લાખ લઈને નીકળ્યા હતા એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે 27 જૂનના રોજ સવારના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ છે એની પાસે જે ADC બેંક આવેલી છે, ત્યાં જે ફરિયાદી છે એ પોતાની ગાડી લઈને જે ગાડીમાં એક થેલામાં ₹50 લાખ હતા. જે બાપુનગર વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી ઉપાડીને એ લોકો જઈ રહ્યા હતા. એ દરમિયાન ત્યાં આગળ બાઈક ચાલકોએ એની જોડે બાઈક, ગાડી સાથે ટક્કર મારીને, ટક્કર માર્યા બાદ એ લોકો જોડે ઝઘડો કર્યો અને ઝઘડો કર્યા બાદ એ લોકોની ગાડીમાંથી ₹50 લાખ લૂંટીને ફરાર થઈ ગયેલા હતા. તે આધારે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ પોલીસની અલગ-અલગ ટીમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ-અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટેની તજવીજ ચાલુ છે. આરોપીઓને પકડવા પોલીસની ટીમો એક્શનમાં વધુમાં કૃણાલ દેસાઈ જણાવ્યું હતું કે, હાલમાં અમારી જોડે જે પણ ડેટા હોય છે એ ડેટાના આધારે આરોપી આઈડેન્ટિફાય કરવા માટે પણ પ્રયત્ન ચાલુ છે. અમારી અલગ-અલગ ટીમો પણ ફિલ્ડમાં લાગેલી છે અને એને ટૂંક જ સમયમાં ડિટેક્ટ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ઉભેલા ટ્રેલર પાછળ ઈકોવાન ઘૂસી જતાં માતા-પુત્રનું મોત:6 લોકો ઈજાગ્રસ્ત, દ્વારકાથી પરત ફરતા સુરતના આંબલીયા પરિવારને અકસ્માત નડ્યો
    Next Article
    જામનગરની 'સાઈટ્રસ હોટેલ'ના વેજ પાસ્તામાંથી નોનવેજ નીકળ્યું:ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં મોટી બેદરકારી; ભૂલ બદલ સંચાલકોને ₹10,000 નો દંડ અને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment