Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાળુકડમાં ફોન ન આપતાં મિત્ર બન્યો દુશ્મન:ધોકા વડે હુમલો કરી ₹10,000નો સ્માર્ટફોન લૂંટી લીધો, વરતેજ પોલીસ મથકે એટ્રોસિટી અને લૂંટની ફરિયાદ નોંધાઈ

    19 hours ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે માત્ર ફોન કરવા માટે મોબાઇલ ન આપવા જેવી સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્ર પર જીવલેણ હુમલો કરી ₹10,000 ની કિંમતનો સ્માર્ટફોન લૂંટી લીધાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ યુવકને લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાતિ પ્રત્યે અપમાનિત કરીને ગાળાગાળી કરી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી મુકેશ નાગજીભાઈ ચૌહાણ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મજૂરીકામે જતાં યુવકને રોકી ફોન માંગ્યો, ના પાડતાં માર માર્યો વાળુકડ ગામે રહેતા અને સેન્ટિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 37 વર્ષીય નરેશ દુદાભાઈ પરમાર ગત 11 ઓગસ્ટ, 2026 ના રોજ સવારના સુમારે પોતાના ઘરેથી જૂના પાદર ગામે મજૂરીકામ અર્થે નીકળ્યા હતા. તે દરમિયાન ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે તેમના જ ગામનો મિત્ર મુકેશ નાગજીભાઈ ચૌહાણ ઊભો હતો. મુકેશે નરેશને રસ્તામાં રોકીને કોઈને ફોન કરવા માટે તેનો મોબાઇલ માંગ્યો હતો. જોકે નરેશે ફોન આપવાની ના પાડતાં મુકેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને નરેશને મોઢા પર જોરદાર લાફો મારી દીધો હતો. ત્યારબાદ મંદિર પાસે પડેલો લાકડાનો બડિયો ઉઠાવી નરેશના ડાબા પગ પર ઉપરાઉપરી બે ફટકા મારી દીધા હતા. મોબાઈલ નીચે પડતાં આંચકી લીધો અને જાતિ પ્રત્યે અપશબ્દો કહ્યા હુમલા દરમિયાન નરેશનો મોબાઈલ હાથમાંથી નીચે જમીન પર પડી ગયો હતો. નરેશ પોતાનો ફોન લેવા નીચે નમ્યો ત્યારે મુકેશે તે ફોન બળજબરીપૂર્વક આંચકી લીધો હતો અને "હવે આ ફોન તને પાછો આપવો નથી" તેમ કહી પોતાની પાસે રાખી લીધો હતો. આ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય મિત્રો રાજુ પથુભાઈ અને અજય ભૂપતભાઈએ દોડી આવીને વચ્ચે પડી નરેશને વધુ માર પડતો બચાવ્યો હતો. તે વખતે આરોપી મુકેશે ઉશ્કેરાઈ જઈ નરેશને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાતીય હડધૂત કરી બિભત્સ ગાળો ભાંડી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરિવાર સાથે ચર્ચા અને જાતિના દાખલા બાદ વિલંબથી ફરિયાદ નોંધાઈ બનાવ બાદ ગભરાઈ ગયેલા નરેશ મજૂરીએ જવાના બદલે સીધા ઘરે પહોંચ્યા હતા અને પિતા દુદાભાઈ તેમજ નાના ભાઈ રવિભાઈને સમગ્ર આપવીતી જણાવી હતી. શરૂઆતમાં પરિવારે વિચાર્યું હતું કે ગામનો જ મિત્ર હોવાથી મુકેશ સામેથી ફોન પરત આપી જશે, પરંતુ ઘણા દિવસો વીતવા છતાં ફોન પરત ન મળતાં અંતે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો. લૂંટાયેલા વીવો કંપનીના V-40 E મોડલના મોબાઈલની કિંમત આશરે ₹10,000 છે, જેમાં વી.આઈ. કંપનીનું સિમ કાર્ડ હતું. બનાવ સમયે જાતિનો સત્તાવાર દાખલો ઉપલબ્ધ ન હોવાથી ફરિયાદમાં થોડો વિલંબ થયો હતો. દાખલો મેળવ્યા બાદ વરતેજ પોલીસે ગુનો નોંધી આરોપી સામે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડમાં વધુ 6 આરોપીઓની ધરપકડ:મધ્યપ્રદેશ, દિલ્હી અને ભાવનગરથી ઝડપાયેલા 9 આરોપીઓને 7 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મળ્યા
    Next Article
    વહેલી પરોઢે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર 4 શખ્સો ઝડપાયા:મહિલાના કાનની બુટ તોડી દાગીના લૂંટી લીધા હતા, પોલીસે ઇકો કાર અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment